એસ.ટી કર્મીઓનાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન !!

એસ.ટી કર્મીઓનાં પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન !!

તા.16 થી તા.18 સુધી કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે: કર્મચારીઓનાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સ્વયંભુ માસ સી.એલ ઉપર જશે


ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત રાજ્ય એસ.ટી.કર્મચારી મહામંડળ અને ગુજરાત એસ.ટી મજદૂર મહાસંઘ દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને તા. 26-8-2021 નાં રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે, નિગમલક્ષી, કામદારલક્ષી મુદ્દાઓ કે જે ઘણાં લાંબા સમયથી પડતર છે. તે બાબતે ત્રણેય માન્ય સંગઠનોએ અલગ-અલગ રીતે પત્રો દ્વારા તેમજ મૌખિક રજુઆતો કરવા છતાં આજદિન સુધી આ મુદ્દાઓનો કોઈ જ નિકાલ આવેલ નથી, કે નિગમ દ્વારા નિકાલ કરવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

નિગમ તે ગુજરાતના નાનામાં નાના ગામડાઓ સુધી મુસાફરોને પહોંચાડવા માટે રાત- દિવસ જોયા વગર ફરજ બજાવતાં નિગમના કર્મચારીઓની વેદનાને ગંભીરતાથી લેવામાં આવેલ નથી.

Visit Saurashtra Kranti Homepage here

જે બાબતે નિગમના માન્ય સંગઠનોના મુખ્ય પદાધિકારીઓની તા.26-8-2021 ના રોજ મળેલ બેઠકમાં કામદારોના પ્રશ્ર્નોે માટે ગંભીરતાપુર્વકની ચર્ચાને અંતે એવો નિર્ણય કરવામાં આવેલ છે કે, નિગમના વહીવટી વડાને કામદાર પ્રશ્નો માટે આવેદનપત્ર આપવું અને જો આ મુદ્દાઓનો નિકાલ દિન-15 માં ન આવે તો તબકકાવાર કામદારો સ્વયંભૂ રીતે જોડાઈને આંદોલન કરશે.

જેનાથી ઉભી થનાર પરિસ્થિતિ, પરિણામની સંપુર્ણ જવાબદારી વહીવટકર્તાઓની રહેશે. જેની ગંભીરતાપુર્વક નોંધ લેવા જણાવ્યું છે.

આંદોલન કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આગામી તા.16 થી તા.18 સુધી કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. તા.20 ના રોજ રાજયના તમામ જીલ્લાના કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. તા.21 અને તા.22 ના રોજ નિગમના તમામ કર્મચારીઓ રીશેષ સમય દરમ્યાન સ્વયંભૂ રીતે જોડાઈને સુત્રોચ્ચાર કરશે.

Read About Weather here

તા.23 ના રોજ નિગમના તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સી.એલ. ઉપર જશે. કર્મચારીઓના પ્રશ્નોનો નિકાલ ન આવવાની પરિસ્થિતિએ કર્મચારીઓ અચોકકસ મુદત સુધી સ્વયંભૂ સી.એલ. ઉપર રહેશે. તેમ જણાવ્યું છે.(7.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here