રાજસ્થાન સહિત 10 રાજયોની ચૂંટણી પ્રચારનું સુકાન પાટીલને સોપાશે?

રાજસ્થાન સહિત 10 રાજયોની ચૂંટણી પ્રચારનું સુકાન પાટીલને સોપાશે?
રાજસ્થાન સહિત 10 રાજયોની ચૂંટણી પ્રચારનું સુકાન પાટીલને સોપાશે?
2023 નું નવું વર્ષ સી.આર.પાટીલ માટે નવી મોટી જવાબદારીઓ અને ઉચ્ચ સ્થાને પ્રમોશનની ખુશખબરીઓ લાવવાનું બની રહે તેવા નક્કર રાજકીય સંકેતો ગાંધીનગર અને નવી દિલ્હીથી મળી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય બદલ પાટીલની કદર કરીને ભાજપના મોવડીઓ પાટીલને વધુ મોટી જવાબદારી આપવાનું આયોજન કરી રહ્યા છે. દેશના 10 મહત્વના મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચાર સહિતની રણનીતિ ઘડવાની મોટી કામગીરી પાટીલને સોંપવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. ટૂંકમાં કહીએ તો પાટીલનું રાજકીય પ્રમોશન નવા વર્ષે નક્કી માનવામાં આવે છે. પાટીલને હવે કઈ મોટી જવાબદારી સોંપવામાં આવે તેના પર સહુ રાજકીય નિરીક્ષકોની નજર મંડાઈ છે.

ગત જુલાઈ 2020 માં સી.આર.પાટીલે ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા છે. ગુજરાતમાં ભાજપને સ્થાનિકથી માંડીને વિધાનસભા ચૂંટણીઓમાં ભવ્ય વિજય અપાવીને પાટીલ ગુજરાત ભાજપના ચાણક્ય બન્યા છે. એટલે હવે એમને પાર્ટી તરફથી કોઈ મોટી જવાબદારી આપવામાં આવશે એ નક્કી માનવામાં આવે છે. શું એમને કેન્દ્રીયમંત્રી બનાવવામાં આવશે યા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે રહીને યા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને કામ કરવાની ભૂમિકા સોંપવામાં આવશે? આવા અનેક સવાલો રાજકીય લોબીમાં જોરશોરથી ચર્ચાતા સંભળાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપના આધારભૂત સૂત્રો સંકેત આપે છે કે, 2023 માં પાટીલની ભૂમિકા ભાજપમાં ખાસ બની રહેશે અને એમને શું રોલ આપવામાં આવે છે એ પણ હવે થોડા દિવસોમાં સ્પષ્ટ બની જશે એવી ચર્ચા પણ છે કે ભાજપના રાષ્ટ્રીય વડા જે.પી.નડ્ડાને 2023 ની લોકસભા ચૂંટણી સુધી એમના પદ પર એક્સ્ટેન્શન આપવામાં આવે એવી શક્યતા છે. પાટીલ અંગે એવી ચર્ચા છે કે, એમને કેન્દ્રીયમંત્રી બનાવીને રાજ્યોના પ્રભારીનું કામ સોંપાઈ અથવા નડ્ડાની સાથે રહીને મહત્વની કામગીરી સોંપવામાં આવે એવી પણ શક્યતા છે. પાટીલની ચૂંટણી વ્યવસ્થાની કામગીરી વિશે મોવડીઓમાં ખુબ સારી નોંધ લેવામાં આવી છે. આવતા વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક સહિત 10 રાજ્યોમાં ચૂંટણીઓ આવી રહી છે. તે રાજ્યોમાં પાટીલને કમાન સોંપવામાં આવે એવી પણ શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here