વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની લાલઆંખ, કડક કાર્યવાહીની ચેતવણી

વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની લાલઆંખ, કડક કાર્યવાહીની ચેતવણી
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની લાલઆંખ, કડક કાર્યવાહીની ચેતવણી
રાજયભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે. વ્યાજખોરો સામાન્ય લોકોની મજબૂરીનો લાભ લઈને તેમને ઉંચા વ્યાજે પૈસાનું ધિરાણ કરે છે. ત્યારબાદ આ લોકો પૈસા ન ભરી શકે તો તેમની પાસેથી તેમની મિલકત અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પોતાના નામે લખાવી લેતા હોય છે. ત્યારે આવા વ્યાજખોરોના ત્રાસના કારણે અનેક લોકોએ પોતાનું જીવન ટૂંકાવી લેતા અનેક ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. ત્યારે હવે સમગ્ર રાજયમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરશે. રજિસ્ટ્રેશન વિના નાણાં ધીરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે. આવા વ્યાજખોરો સામે મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મની લોન્ડ્રિંગની અરજીઓ પર SP અને DCP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે. રજીસ્ટ્રેશન વગર નાણાં ધીરવા અને વધુ વ્યાજે નાણાં ધીરનાર સામે કાર્યવાહી થશે.

Visit Saurashtra Kranti Homepage here

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં હર્ષ સંઘવીએ આવા લોકો સામે કડક પગલાં લેવા માટે હુંકાર ભરી હતી. રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે,ગુજરાતમાં વ્યાજખોરના દૂષણથી એક પણ નાગરિક હેરાન થાય તે ચલાવવામાં નહીં આવે. વ્યાજખોરના દૂષણને નાથવા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આગામી દિવસોમાં માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પરંતુ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આવા વ્યાજખોરીનું દૂષણ કરવામાં આવશે, તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે, એક પણ વ્યક્તિ વ્યાજખોરોનાં ત્રાસથી ગુમાવવાની વાત તો દૂર, તેઓ જરાય પણ હેરાન ન થાય તે માટે હજુ વધુ કડક પગલાં લેવામાં આવશે. વ્યાજખોરીના વધતા જતા દૂષણને ડામવા કડક કાર્યવાહી કરવા સૂચના પોલીસ વિભાગને આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here