રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં સવા લાખ ગુણી મગફળીની આવક, 850થી 1080 રૂપિયા ભાવ બોલાયો

રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ 25 હજાર ગુણી મગફળીની આવક થઈ છે. માક્ટ યાર્ડમાં મગફળીનો ભાવ 850થી 1080 રૂપિયા બોલાયો હતો. મગફળીની બમ્પર આવક થતાં હાલ મગફળીની આવક યાર્ડ દ્વારા બંધ કરવામાં આવી છે. બીજી તરફ ટેકાના ભાવે રિજેક્ટ થયેલી મગફળીનો ભાવ પણ ઓપન માર્કેટમાં 1060 સુધી બોલાયો છે. મગફળી વેચવા આવનાર ખેડૂતોને કોઈ અગવડતા ન પડે તે માટે યાર્ડના સત્તાધીશોએ સુચારું વ્યવસ્થા ગોઠવી હતી. નવી આવક થઇ તેમાં ખેડૂતોને સારો ભાવ પણ મળી રહ્યો છે.

જેથી ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યાં છે.ખેડૂતને ટેકાના ભાવ કરતા ઓપન માર્કેટમાં મગફળીની સારા ભાવ મળી રહ્યાં હોવાથી મોટાભાગના ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી વેચવા માટે આવી રહ્યાં છે. છેલ્લા 3 દિવસમાં મગફળીના ભાવમાં 30 રૂપિયા જેટલો વધારો થયો છે. હાલ મગફળીના 850થી 1080 રૂપિયા ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે. ટેકાના ભાવે રિજેકટ થયેલી મગફળીના ભાવ પણ ખેડૂતોને 1060 સુધી મળી રહ્યાં છે.