રાજકોટ પોલીસે ૧૦ કિમી કારનો પીછો કરી બે શખ્સો સહિત ૪૧ કિલો ગાંજો ઝડપ્યો

શહેરમાં નશાના કારોબાર વધતા જતા અટકાવા માટે અંતર્ગત માદક પદાર્થોનું વેચાણ કરતા તત્વો ઉપર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. ત્યારે બુધવારે સાંજે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ફિલ્મી ઢબે સ્વીટ કારનો ૧૦ કિમી સુધી પીછો કરી પોલીસે ૪૧ કિલો ગાંજા સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. દરમિયાન એક વૃદ્ધને ઇજા થતાં તેને સારવાર માટે ખસેડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

વધુમાં ડીસીપી મનોહરિંસહ જાડેજાએ જણાવ્યું હતુ કે, અમદાવાદ તરફથી આવતી એક સ્વીટ કારમાં બે શખ્સો ગાંજાનો મોટો જથ્થો લઈ આવી રહૃાા છે એવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વાંકાનેર બાઉન્ડરી પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી સ્વીટ કાર પસાર થતી અટકાવવા પોલીસ દ્વારા ઈશારો કરાતા કારચાલકે કાર હંકારી મૂકી હતી. જેથી એસઓજીની બે ટીમોએ બે કાર મારફતે પીછો શરુ કર્યો હતો. અંદાજે ૧૦ કિલોમીટર સુધી પોલીસે પીછો કર્યા બાદ કુવાડવા પાસે આરોપીઓની સ્વીટ કાર પલ્ટી જતા બંને આરોપી કારમાંથી ઉતરી ખેતરમાં ભાગવા લાગ્યા હતા. જો કે, પોલીસે પીછો કરી બંનેને ઝડપી લીધા હતા. કારની તલાશી લેતા તેમાંથી ૪.૧૦ લાખનો ૪૧ કિલો ગાંજો મળી આવ્યો હતો.