રાજકોટ જિલ્લામાં છેતરપિંડી: પરિશ્રમ ઇન્ફોટેકના ઓપરેટરોએ નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલ્યાનો આક્ષેપ

રાજકોટ જિલ્લામાં છેતરપિંડી: પરિશ્રમ ઇન્ફોટેકના ઓપરેટરોએ નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલ્યાનો આક્ષેપ
રાજકોટ જિલ્લામાં છેતરપિંડી: પરિશ્રમ ઇન્ફોટેકના ઓપરેટરોએ નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલ્યાનો આક્ષેપ
રાજકોટમાં આધારકાર્ડનું કામ કરતી પરિશ્રમ ઇન્ફોટેક કંપનીના માણસોએ ગરબડ કરી અનેક પ્રકારે કૌભાંડ આચર્યાની સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અરજી કરવામાં આવી છે. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના અંતે ગુનો દાખલ કરાય તેવી પૂરી સંભાવના છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં આપેલી અરજીમાં એવી રજૂઆત કરી છે કે, પરિશ્રમ ઈન્ફોટેક નામની એજન્સીને રાજકોટમાં આધારકાર્ડની કામગીરી સોંપવામાં આવી હતી. એજન્સીના ઓપરેટરોએ અમુક નાગરિકો પાસેથી નિયત ફી કરતાં વધુ નાણાં વસૂલ્યા હતા. અમુક કિસ્સામાં જે નાણાં વસૂલ કર્યા હતા તે નિયમ મુજબ સરકારમાં જમા કરાવ્યા નથી. આટલેથી નહીં અટકતા આધારકાર્ડની જે કીટ બંધ હતી તેને કોઇપણ રીતે ચાલુ કરી તેનો દુરૂપયોગ કર્યો છે. જેના આધારે પાત્રતા ધરાવતા ન હોય તેવા લોકોને પણ આધારકાર્ડ કાઢી આપ્યાની શંકા છે. આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવાઈ છે.

એજન્સીના ઓપરેટરો તરીકે જાનવી અને કરણ જોગલના નામ અપાયા છે. આ બંને ઓપરેટરોને હાલ છૂટા પણ કરી દેવાયા છે. અરજીમાં એવી રજૂઆત પણ કરાઇ છે કે, ઘણા બધા આધારકાર્ડના અપડેશનની કામગીરીમાં પણ નિયમ વિરૂદ્ધના ફેરફારો કરવામાં આવ્યા છે. એજન્સીએ અન્ય જિલ્લા કે રાજ્યમાં પણ આ જ પ્રકારે છેતરપિંડી કરી હોય તેવી શંકા છે.

Read About Weather here

આ પ્રકરણની તપાસના અંતે આધારકાર્ડના નામે જુદા-જુદા પ્રકારના કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. સાયબર ક્રાઇમ પોલીસ મથકના સુત્રોએ જણાવ્યું કે, હાલ આધારકાર્ડનું સંચાલન કરતી કંપની પાસેથી ડેટા માગવામાં આવ્યો છે. જેના આધારે ખરેખર કઇ પ્રકારની ગોલમાલ થઇ છે તેનો ખ્યાલ આવશે. તપાસના અંતે ગુનો નોંધાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here