રાજકોટ:૬ વર્ષે રૂપિયા ડબલ કરવાની ખાત્રી આપી નિવૃત્ત શિક્ષક સાથે રૂા.10.40 લાખની છેતરપીંડી

રાજકોટ:૬ વર્ષે રૂપિયા ડબલ કરવાની ખાત્રી આપી નિવૃત્ત શિક્ષક સાથે રૂા.10.40 લાખની છેતરપીંડી
રાજકોટ:૬ વર્ષે રૂપિયા ડબલ કરવાની ખાત્રી આપી નિવૃત્ત શિક્ષક સાથે રૂા.10.40 લાખની છેતરપીંડી
કોઠારીયા રોડ પરના નંદા હોલ પાસે જૂના સુભાષનગરમાં રહેતા બ્રિજેશ જશમત વીરડીયાએ શ્રી ગજાનંદ એન્ટરપ્રાઈઝના નામે બચત યોજનાની સ્કિમ મૂકી તેમાં ઉંચા વળતરની લાલચ આપી ગોરધનભાઈ સવજીભાઈ સેંજલીયા (ઉ.વ.૬૭, રહે. પંચવટી સોસાયટી શેરી નં.૧, ગોંડલ રોડ)ના રૂા.૧૦.૪૦ લાખ ઓળવી લીધાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાઈ છે. 

Visit Saurashtra Kranti Homepage here

હાલ નિવૃત્ત જીવન ગાળતા ગોરધનભાઈ અગાઉ ગોંડલ સરદાર વલ્લભભાઈ પટેલ માધ્યમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. ર૦૧૪માં નિવૃત્ત થયા હતા. સૌથી મોટો પુત્ર જયદિપ હાલ જેતપુરમાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે મૂળ ગોંડલ તાલુકાના વાળધરી ગામના વતની છે. આજ ગામના જશમતભાઈ નાનપણના મિત્ર હોવાથી પારિવારીક સંબંધ હતા. જશમતભાઈ વિજય  કોમર્શીયલ બેન્કમાં નોકરી કરતા હતા. ર૦૧૪માં પુત્ર બ્રિજેશ સાથે ઢેબર રોડ પર શ્રી ગજાનંદ એન્ટરપ્રાઈઝ નામની ક્રેડિટ બચત યોજના શરૂ કરી હતી. આજ નામની પેઢી પણ શરૂ કરી ગજાનંદ મિત્ર મંડળના નામે બચત યોજના શરૂ કરી હતી. આ યોજનામાં સારૂ વળતર આપવાની અને ૬ વર્ષે રૂપિયા ડબલ કરવાની ખાત્રી આપતા ર૦૧૪માં પરિવારના સભ્યોના નામે રૂા.૧ લાખ રોકયા હતા.  ર૦૧૬માં શ્રી ગજાનંદ એન્ટરપ્રાઈઝ નામની મંડળીમાં એક ટકો વ્યાજ આપવાની સ્કિમ મૂકી હતી.

Read National News : Click Here

જેમાં ગમે ત્યારે રૂપિયા પરત આપવાની પણ ખાત્રી આપી હતી. જેથી કટકે-કટકે રૂા.૧૦ લાખ રોકયા હતા. ર૦૧૯માં રૂપિયાની જરૂર પડતા રોકેલા રૂા.૧૦ લાખ બ્રિજેશ પાસે માંગતા થોડા સમયમાં આપી દેવાનો વાયદો કર્યા બાદ જુદા-જુદા બહાના બતાવવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા જશમતભાઈએ પણ રૂપિયા પરત આપ્યા ન હતા. જશમતભાઈનું ર૦ર૦માં કોરોનામાં અવસાન થતાં તેના પુત્ર બ્રિજેશ પાસેથી તેની પેઢીમાં રોકેલી રકમ પરત માંગવાનું શરૂ કરતા વાયદા કરતો હતો. આખરે તેના વિરૂધ્ધ પોલીસમાં અરજી કરતાં રૂા.૭૦ હજાર આપ્યા હતા. બાકીની રકમ ટૂંક સમયમાં આપી દેશે તેવી ખાત્રી આપી હતી. પરંતુ આજ સુધી બાકી નીકળતા રૂા.૧૦.૪૦ લાખ પરત નહીં આપતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here