રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં કોરોના નવા 22 પોઝિટિવ કેસ નોંધાયા બીજા તબક્કામાં રસીકરણની કામગીરી શરૂ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે આજે તા.16ને બપોરે 1 વાગ્યા સુધીમાં રસીકરણના બીજા તબક્કાની કામગીરી આગળ ધપાવવામાં આવી હતી. કુલ 189 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. કોરોનાના નવા 22 પોઝિટિવ કેસ બપોર સુધીમાં નોંધાયા હતા. કોરોનાના કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 15713 થઇ છે. અત્યારે કોવિડ હોસ્પિટલમાં 119 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોના વેક્સિનેશન કામગીરી પણ જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. તેમ મનપાના અધિકારીની એક યાદી જણાવે છે.