રાજકોટમાં બપોર સુધીમાં નવા 24 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં 24 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 16687 પર પહોંચી છે.

જ્યારે અલગ અલગ હોસ્પિટલમાં 244 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 47 દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. શહેરમાં વધુ 65 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આથી તંત્ર પણ મુંઝવણ અનુભવી કહ્યું છે. 53 દિવસ બાદ 60થી વધુ કેસ નોંધાયા છે. માર્ચ મહિનામાં છેલ્લા 10 દિવસમાં 450 પોઝિટિવ કેસ નોંધાયા છે. રિકવરી કરતા પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટમાં બુધવારે 79 કેસ નોંધાયા હતા. જે છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ છે. બીજી તરફ એક્ટિવ કેસ પણ વધીને 311 થયા છે અને બે મહિના બાદ ફરીથી 300ને પાર થયા છે. મૃતાંક પણ વધ્યો છે માત્ર બે દિવસમાં વધુ 2 મોત થતા 5 દિવસમાં 6 મોત નોંધાયા છે.

કોરોના ફરી વકરશે તેવી તબીબો અને આરોગ્ય તંત્રને બીક હતી. આ અસર ચૂંટણી પૂરી થયાના 15 દિવસે દેખાશે તેવું પણ નિષ્ણાંતોએ કહ્યું હતું અને આખરે તે જ થયું. ચૂંટણી બાદ કેસની સંખ્યા વધી છે.