રાજકોટમાં ડુંગળીમાં 4 દિવસમાં 50 ટકા વધારો,સાથે યાર્ડમાં આવકમાં પણ વધારો

રાજકોટમાં ડુંગળીમાં 4 દિવસમાં 50 ટકા વધારો,સાથે યાર્ડમાં આવકમાં પણ વધારો
રાજકોટમાં ડુંગળીમાં 4 દિવસમાં 50 ટકા વધારો,સાથે યાર્ડમાં આવકમાં પણ વધારો
અગાઉ ચોમાસામાં ભારે વરસાદના પગલે ટમેટાના ભાવમાં તોતિંગ વધારા પછી હાલ ટમેટા રૂ 7થી 15ના કિલો લેખે જથ્થાબંધમાં વેચાઈ રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ક્યારેક સાવ પાણીના ભાવે વેચવી પડતા ખેડૂતોની આંખમાં અને ક્યારેક અતિ ઉંચા ભાવે વેચાતા ખરીદ્દારની આમ નાગરિકની આંખમાં  પાણી લાવી દેતી ડુંગળીના ભાવમાં રાજકોટમાં માત્ર ચાર દિવસમાં 50 ટકાનો વધારો નોંધાયો છે.ગત તા. 20, 21ના રૂ 300થી 600માં પ્રતિ 20 કિલો લેખે યાર્ડમાં વેચાતી ડુંગળીના ભાવ તા. 23ના વધીને રૂ 300- 825, તા. 25ના રૂ 400થી 900 અને આજે રૂ 450-950એ પહોંચ્યા છે. હજુ 1000ને આંબે તેવી શક્યતા છે. યાર્ડના સૂત્રો અનુસાર નાસિકથી આવતી ડુંગળીની આવક બંધ થઈ છે અને હવામાનની અસર તળે ભાવ વધ્યાનું જણાય છે.

Read National News : Click Here

પરંતુ, બીજી તરફ આશ્ચર્યજનક વાત એ છે કે  માલની આવક ઘટવાથી ભાવ વધ્યા નથી બલ્કે ભાવ વધવાથી યાર્ડમાં ડુંગળીની આવકમાં વધારો થયો છે. તા. 20ના 1525  ક્વિન્ટલ, તા. 21ના 1470 ક્વિન્ટલ આવક થઈ હતી, તા. 23થી ભાવ એકદમ વધવા લાગતા આવક વધીને 2100, તા. 25ના 2200 અને આજે સૌથી ઉંચા ભાવ છે ત્યારે 2500 ક્વિન્ટલ ડુંગળી ઠલવાઈ છે.વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો માલ ઠાલવી રહ્યા છે. હજુ એકાદ પખવાડિયુ ડુંગળીના ભાવ ઉંચા રહેવાની શક્યતા છે, ત્યારબાદ શિયાળુ લીલી ડુંગળીની આવક થશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here