રાજકોટમાં જર્જરિત બિલ્ડિંગ ધારકને નોટિસ :  લાખાજીરાજ બોયઝ હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ બાથરૂમ 

 રાજકોટમાં જર્જરિત બિલ્ડિંગ ધારકને નોટિસ :  લાખાજીરાજ બોયઝ હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ બાથરૂમ 
 રાજકોટમાં જર્જરિત બિલ્ડિંગ ધારકને નોટિસ :  લાખાજીરાજ બોયઝ હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ બાથરૂમ 
રાજકોટમાં પણ જર્જરિત બિલ્ડિંગધારકને નોટિસ આપવામાં આવી છે ત્યારે બીજી બાજુ ભાવિ ડોક્ટર એટલે કે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જ્યાં રહે છે તે લાખાજીરાજ બોયઝ હોસ્ટેલ એકદમ જર્જરિત હાલતમાં હોવાનું અને તાજેતરમાં જ હોસ્ટેલના કેટલાક રૂમમાં છતમાંથી પોપડાં પડતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો છે. આ ઉપરાંત અહીં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળ્યો છે જેમાં હાલ 100 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે જ બાથરૂમ હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

 DH કેમ્પસમાં આવેલી આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ રોહિતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી કે, હોસ્ટેલના અનેક રૂમમાં વરસાદનું પાણી પડે છે, મચ્છર અને ગંદકી એટલી છે કે વિદ્યાર્થીઓ ખૂબ માંદા પડે છે. બાથરૂમમાં સાફ સફાઈ થતી નથી એટલે 100 વિદ્યાર્થીઓ વચ્ચે બે જ બાથરૂમ ચાલુ છે જેને લીધે લાઈનમાં ઊભા રેહવું પડે છે અને કોલેજ પર વિદ્યાર્થીઓ મોડા પહોંચીએ છે. પીવાનું પાણી ચોખ્ખું નથી મળી રહ્યું, આરઓ પ્લાન્ટ બંધ હાલતમાં છે.હોસ્ટેલની બહારના ભાગમાં પણ મોટું મોટું ઘાસ ઉગ્યું જેના લીધે નાગ, જીવજંતુઓ અનેક વાર નીકળ્યા હોવાથી ભયના માહોલમાં રહેવું પડે છે.

Read About Weather here

અહીંયા અનેક એવા રૂમ છે કે જેમાં છતના પોપડાંઓ પડે તેમ છે. હોસ્ટેલ પરિસરમાં પણ ખૂબ ગંદકી હોવાનું અને ચોમાસામાં સાપ અને જીવજંતુઓ નીકળતા હોવાથી પણ વિદ્યાર્થીઓ ભયભીત છે. આ અંગે રોહિતસિંહ રાજપૂતે હોસ્ટેલ પર રૂબરૂ પહોંચી વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી હતી. મંગળવારે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને આ પ્રશ્નો અંગે રજૂઆત કરશે. આ હોસ્ટેલમાં પીડીયુ મેડિકલ કોલેજના MBBS ના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here