રાજકોટની આજીડેમ ચોકડી નજીક તુફાનગતિએ આવતા મોટરસાયકલે રોડ ક્રોસ કરી રહેલા યુવકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને ગંભીર ઇજાઓને પગલે સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
આ મામલે રાજકોટના આજીડેમ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.જેમાં મૃતકના ભાઈ રંજય શીવચંદ કનોજીયાએ આરોપી મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.૨૩ ના રાત્રીના પોણા દસેક વાગ્યાની આસપાસ તેમના મોટાભાઈ ૪૬ વર્ષીય સંજયકુમાર હુડકો ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જતા હાઇવે રોડ ઉપર પગપાળા જતા હતા અને મુરલીધર કાંટાની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા.એ વખતે આરોપી મોટરસાયકલ GJ 03 LA 2088 નો ચાલક બેફામ ગતિએ આવ્યો હતો અને તેણે સંજયભાઈને હડફેટે લીધા હતા.
Read National News : Click Here
આ અકસ્માતને પગલે સંજયભાઈ ફૂટબોલની જેમ રોડ પર ફેંકાઈ ગયા હતા અને તેમને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે અકસ્માત સર્જીને આરોપી મોટર સાયકલનો ચાલક ફરાર થયો હતો. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત અવસ્થામાં સંજયભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તારીખ ૨૪ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here