માતા ઘરકામ કરતી હતી અને પિતા ન્હાવા માટે ગયા ત્યારે બાળક રમતા રમતા પાણી ભરેલ ડોલમાં ગરકાવ થયો તો બાળકના પિતા રીતીકેષભાઇ માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવે છે : સારવાર દરમિયાન નિવનું મોત નિપજતા પરીવારમાં ગમગીની છવાઇ.
Visit Saurashtra Kranti Homepage here
રાજકોટના એરપોર્ટ રોડ પર શ્રીમંત પાર્કમાં રહેતા વેપારીના દોઢ વર્ષના બાળકનું પાણીની ડોલમાં ડૂબી જતા મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટના એરપોર્ટ રોડ પર શ્રીમંત પાર્ક-2માં રહેતા રીતીકેષભાઇ સેદાણીનો દોઢ વર્ષનો પુત્ર નિવ ગત તા. 14/11ના ઘરે રમતો હતો ત્યારે અચાનક રમતા રમતા પાણી ભરેલ ડોલમાં ગરકાવ થયો હતો. દરમિયાન ઘરમાં કામ કરી રહેલ માતાને જાણ થતા તાત્કાલીક બાળકને બહાર કાઢી સારવારમાં પ્રથમ ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.
Read National News : Click Here
બાદમાં વધુ સારવાર અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત નિપજયું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.વધુમાં મળેલ વિગત મુજબ મૃતક બાળકના પિતા માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવે છે. બનાવ સમયે નિવના માતા કામ કરતા હતા અને પિતા ન્હાવા માટે ગયેલ હતા. મૃતક બે ભાઇઓ જુડવા હતા. બનાવથી પરીવારમાં કલ્પાંત સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here