રાજકોટ:ઈશ્વરીયા પાર્કમાં સહેલાણીઓનો પ્રવાહ ઘટ્યો,6 દિવસની આવક માત્ર રૂ.75 હજાર

રાજકોટ:ઈશ્વરીયા પાર્કમાં સહેલાણીઓનો પ્રવાહ ઘટ્યો,6 દિવસની આવક માત્ર રૂ.75 હજાર
રાજકોટ:ઈશ્વરીયા પાર્કમાં સહેલાણીઓનો પ્રવાહ ઘટ્યો,6 દિવસની આવક માત્ર રૂ.75 હજાર
ઇશ્વરીયા પાર્ક રજાઓમાં હકડેઠઠ ભીડ જામવાના દિવસો હવે ધીમે ધીમે ભૂતકાળ બની રહ્યા છે. આ વિશાળ પાર્ક આ વખતે દિવાળીની રજાઓમાં ખાલીખમ જોવા મળ્યો હતો. 6 દિવસમાં પાર્કને માત્રને માત્ર રૂ. 75 હજાર જેટલી જ આવક થઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટની ભાગોળે જામનગર રોડ ઉપર અંદરની બાજુએ ઇશ્વરીયા પાર્ક આવેલ છે. જે મીની હિલ સ્ટેશન તરીકે પણ જાણીતું છે. અહીં બોટિંગ, ડાયનોસર પાર્ક સહિતના અનેક આકર્ષણો છે. આ ઉપરાંત અહીં જંગલ જેવું જ કુદરતી સૌંદર્ય છે. દર વર્ષે અહીં તહેવારો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે પણ આ વખતે અહીં તહેવારો ઉપર પણ નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું.ઇશ્વરીયા પાર્કમાં રજાઓની ભીડ જોઈએ તો તા.10ને ધનતેરસના રોજ ગેટ નં1 ઉપરથી 19 ટીકીટ કિંમત રૂ.570 અને ગેટ નં.2 ઉપરથી ટિકિટનું વેચાણ નિલ રહ્યું હતું. જ્યારે બોટિંગથી રૂ.200ની આવક નોંધાઈ હતી. તા.11ને કાળી ચૌદશના રોજ ગેટ નં.1 ઉપરથી 25 ટીકીટ કિંમત રૂ.1070 અને ગેટ નં.2 ઉપરથી 6 ટિકિટ કિંમત 120નું વેચાણ રહ્યું હતું. જ્યારે બોટિંગની 9 ટિકિટથી રૂ.450ની આવક નોંધાઈ હતી. તા.12ને દિવાળીના રોજ ગેટ નં.1 ઉપરથી 247 ટીકીટ કિંમત રૂ.5860 અને ગેટ નં.2 ઉપરથી 17 ટિકિટ કિંમત 340 નું વેચાણ રહ્યું હતું.

જ્યારે બોટિંગની 16 ટિકિટથી રૂ.800ની આવક નોંધાઈ હતી.તા.13ને ધોકાના દિવસે ગેટ નં.1 ઉપરથી 1000 ટીકીટ કિંમત રૂ.18480 અને ગેટ નં.2 ઉપરથી 43 ટિકિટ કિંમત રૂ. 340નું વેચાણ રહ્યું હતું. જ્યારે બોટિંગની 16 ટિકિટથી રૂ.800ની આવક નોંધાઈ હતી.તા.14ને બેસતા વર્ષના રોજ ગેટ નં.1 ઉપરથી 974 ટીકીટ કિંમત રૂ.18490 અને ગેટ નં.2 ઉપરથી 35 ટિકિટ કિંમત 690નું વેચાણ રહ્યું હતું. જ્યારે બોટિંગની 88 ટિકિટથી રૂ.4400ની આવક નોંધાઈ હતી.

Read National News : Click Here

તા.15ને ભાઈબીજના દિવસે રોજ ગેટ નં.1 ઉપરથી 828 ટીકીટ કિંમત રૂ.15600 અને ગેટ નં.2 ઉપરથી 36 ટિકિટ કિંમત રૂ.720નું વેચાણ રહ્યું હતું. જ્યારે બોટિંગની 91 ટિકિટથી રૂ.4550ની આવક નોંધાઈ હતી. આમ 6 દિવસમાં માત્ર રૂ.75350ની આવક નોંધાઈ હતી.ઉલ્લેખનીય છે કે ઇશ્વરીયા પાર્ક કુદરતી સૌંદર્ય ધરાવતું રાજકોટની ભાગોળે આવેલ સુંદર ફરવાનું સ્થળ છે. હાલ અહીં ડેવલપમેન્ટની તાતી જરૂરિયાત છે. અહીં ડેવલપમેન્ટ થવાથી સહેલાણીઓની સંખ્યા વધારી શકાય તેમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here