મોઢ વણિક જ્ઞાતિરત્નોનો તા.24મીએ સન્માન સમારોહ

મોઢ વણિક જ્ઞાતિરત્નોનો તા.24મીએ સન્માન સમારોહ
મોઢ વણિક જ્ઞાતિરત્નોનો તા.24મીએ સન્માન સમારોહ

રાજકોટ મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા આયોજન

પૂ.અપૂર્વમુની સ્વામી વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે

રાજકોટ ખાતે મોઢ વણિક યુવા ગ્રુપ તથા મોઢ વણિક સમાજના સંયુકત ઉપક્રમે તા.24 ના પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, આલાપ ગ્રીન સિટી સામે, રૈયા રોડ, રાજકોટ ખાતે રાત્રીના 8 કલાકે વિદ્યોતેજક સન્માન સમારોહ ત્થા જ્ઞાતિ સેવા એવોર્ડ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.

વિદ્યાર્થી સન્માન સમારોહમાં અઘ્યક્ષસ્થાને ગોપીભાઇ કે. પટેલ, ઉપાધ્યક્ષ સ્થાને કૌશલભાઇ એચ. જીવાણી, જીજ્ઞેશભાઇ કે. જીવાણી, ઉદ્ઘાટક સ્થાને યશરાજભાઇ પી. રાઠોડ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્ય મહેમાનસ્થાને વરૂણભાઇ એ. પટેલ, સાગરભાઇ કે. ભાડલીયા, ડો.મૌલિકભાઇ આર. ગાંધી, ડો.હાર્દિકભાઇ એ. દોશી, નીતિશભાઇ એમ. મણીયાર, ડો.ઇશાબેન જે. ગાંધી, ડો. રાજવીબેન પી. મહેતા, ડો.બિદ્રાબેન ડી. પારેખ, નીધિબેન એ. દોશી ખાસ ઉપસ્થિત રહીને સમગ્ર જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીને પ્રોત્સાહન બળ પુરૂ પાડશે.

બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના સંતશ્રી અપૂર્વમુની સ્વામી ખાસ ઉપસ્થિત રહી દરેક વિદ્યાર્થીગણને આશીવર્ચન પાઠવી સાથે તેમના જીવનમાં પ્રેરક દિવ્યવાણી દ્વારા ખાસ સંદેશો પાઠવશે.

મોઢ વણિક યુવા ગ્રુપ-રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ એનાયત થતાં જ્ઞાતિ સેવા એવોર્ડનાં ચાલુ વર્ષનો રાજકોટ શહેર કક્ષાએ  જ્ઞાતિ સેવા એવોર્ડ આજીવન સેવાના ભેખધારી સંજયભાઇ મણીયાર ( ટ્રસ્ટી મોઢ વણિક સમાજ ત્થા મોઢ વણિક મહાજન ટ્રસ્ટ-રાજકોટ). બહારગામ કક્ષાએ વડોદરાના યોગેશભાઇ વડોદરીયા (પ્રમુખ એસ.વી.વી.પી. વડોદરા) ને એનાયત કરવામાં આવશે. તેમજ જ્ઞાતિ મહિલાઓને એક તાંતણે બાંધનાર, સમાજ મહિલા મંડળમાં 25 વર્ષથી અવિરત સેવા આપનાર , સમસ્ત મોઢ વણિક મહિલા મંડળનાં પૂર્વ પ્રમુખ સરોજબેન ભાઠાનું અદકેરૂં સન્માન કરવામાં આવશે..

Read About Weather here

વિદ્યાર્થી સનમાન સમારોહ કાર્યક્રમને યશસ્વી બનાવવામાં મંડળ પ્રમુખ કિરેનભાઇ છાપીયા, માનદ મંત્રી કેતનભાઈ પારેખ, ચેરમેન કેતનભાઇ મેસ્વાણી, કારોબારી મેમ્બર ડો.કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ મેવાણી, પ્રચાર પ્રસાર સેવા અશ્વિનભાઈ પટેલએ પુરી પાડેલ છે. કાર્યક્રમ સંચાલન માનદ મંત્રી કેતનભાઇપારેખ, કેતનભાઇ મેવાણી સંભાળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here