મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ ….

મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ ....
મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ ....

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલે વિવિધ સ્થળોએ છુટો છવાયો 0.5થી 2 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજરોજ પણ સવારથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં વરસાદ શરૂ થયો છે.

આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી દક્ષિણ ગુજરાતમાં આવી પહોંચી છે. આજે સવારે 6 વાગ્યાથી સુરત, ભરૂચ અને વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં અડધા ઈંચ કરતા વધુ ખાબક્યો હતો.

મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ …. સૌરાષ્ટ્ર

આજે સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન સુરત શહેરમાં 19 મીમી, અંકલેશ્વર અને હાંસોટમાં 9-9 મીમી, કામરેજમાં 8 મીમી, ઝઘડિયામાં 6 મીમી, ઓલપાડમાં 5 મીમી, ઉમરગાંવમાં 3 મીમી, ઉપલેટા, ઉમરેઠ, ભરૂચ અને બોડેલીમાં 2-2 મીમી, પેટલાદ, ઠાસરા, નેત્રંગ અને જેતપુર પાવીમાં 1-1 મીમી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં બુધવારના રોજ 47 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

આ દરમિયાન માત્ર 3 તાલુકામાં જ 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. બોટાદમાં પોણા બે ઈંચ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો.

જયારે ગુજરાતમાં બુધવારના રોજ 47 તાલુકામાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. આ દરમિયાન માત્ર 3 તાલુકામાં જ 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બોટાદમાં પોણા બે ઈંચ, દસાડામાં દોઢ ઈંચ અને ટંકારામાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો.

મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ …. સૌરાષ્ટ્ર

છેલ્લા 24 કલાક દરમ્યાન બોટાદમાં 47 મીમી, દસાડામાં 40 મીમી, ટંકારામાં 29 મીમી, બોડેલીમાં 18 મીમી, લીલિયા અને પાટણ-વેરાવળમાં 15-15 મીમી, માળિયા હાટિના અને ભાણવડમાં 14-14 મીમી, કુંકાવાવ વાડિયામાં 13 મીમી, ખાંભા અને બેચરાજીમાં 12-12 મીમી વરસાદ નોંધાયો છે.

ધ્રોલ, મોરબી અને માંડલમાં 9-9 મીમી, જાફરાબાદમાં 8 મીમી, સૂત્રાપાડા અને સાયલામાં 7-7 મીમી, હાંસોટ અને ફતેપુરામાં 6-6 મીમી, લાલપુરમાં 5 મીમી, કાલાવડ, મેંદરડા, ઉના, પડધરી, ખેરગામ, જેતપુર અને ચોટીલામાં 4-4 મીમી, ભરૂચ, જુનાગઢના માંગરોળ, કેશોદ, વાગરા, તાલાલા, વાપી, રાજકોટ, સુરત શહેર, વલ્લભીપુર અને ખાનપુરમાં 3-3 મીમી, ગારીયાધાર, તળાજા, ગોંડલ, પેટલાદ, ચોર્યાસી અને કોડીનારમાં 2-2 મીમી, મુન્દ્રા, શિહોર, પોરબંદર અને જેતપુર પાવીમાં 1-1 મીમી વરસાદ પડયો હતો.

મોજીલા મેઘરાજની સૌરાષ્ટ્ર ગુજરાતમાં મેહફીલ …. સૌરાષ્ટ્ર

જયારે સોરઠમાં ગઇકાલે સવારથી આજે સવાર સુધીમાં ર4 કલાકમાં જુનાગઢ જીલ્લામાં માળીયા હાટીના ખાતે 14 મીમી (પોણો ઇંચ) વરસાદ નોંધાયો હતો. જયારે મેંદરડામાં 4 મીમી, કેશોદ-માંગરોળમાં 3-3 મીમી વરસાદ નોંધાયો હતો. અન્યત્ર મેઘરાજાએ વિરામ લીધો હતો.

ફરી આજે સવારે જુનાગઢ શહેરમાં ઝાપટા શરૂ થવા પામ્યા છે. જેમાં વંથલીમાં 3 મીમી, જુનાગઢમાં એક મીમી વરસાદ નોંધાયો છે. અન્યત્ર વરસાદના વાવડ નથી. જામનગર તાલુકાના ફલ્લા ગામે મંગળવારે બપોર બાદ વરસાદનું આગમન થયું હતું. બે કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોસમનો કુલ સાડા છ ઇંચ વરસાદ થયો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here