મોંઘવારીનો માર : ચોમાસામાં શાકભાજીના ભાવ આસામને : ટામેટા, ડુંગળી અને બટાકા મોંઘા થયા …

મોંઘવારીનો માર : ચોમાસામાં શાકભાજીના ભાવ આસામને : ટામેટા, ડુંગળી અને બટાકા મોંઘા થયા ...
મોંઘવારીનો માર : ચોમાસામાં શાકભાજીના ભાવ આસામને : ટામેટા, ડુંગળી અને બટાકા મોંઘા થયા ...

ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવમાં ઘણો જ વધારો જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે ભારતના કેટલાક ભાગોમાં ડુંગળી, બટાકા અને ટામેટાના ભાવમાં ખૂબ જ વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં ટામેટાની કિંમત 70-90 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આગામી અઠવાડિયા સુધીમાં કિંમતોમાં ઘટાડો થઈ શકે છે.

મોંઘવારીનો માર : ચોમાસામાં શાકભાજીના ભાવ આસામને : ટામેટા, ડુંગળી અને બટાકા મોંઘા થયા … શાકભાજી

આ વર્ષે ટામેટાની કિંમતોમાં ઘણો જ ભાવ વધારો જોવા મળ્યો છે. જો કે, ટૂંક સમયમાં લોકોને રાહત મળી શકે છે, કારણ કે દક્ષિણી રાજ્યોમાંથી ફ્રેશ ટામેટા માર્કેટમાં આવવાના છે. એક રિપોર્ટ પ્રમાણે, દિલ્હીમાં ટામેટા 75 રૂપિયા પ્રતિકિલો વહેંચાઈ રહ્યા છે. જ્યારે ઓનલાઈન ક્વિક કોમર્સ પ્લેટફોર્મ પર ટામેટા 86 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ છે.

મોંઘવારીનો માર : ચોમાસામાં શાકભાજીના ભાવ આસામને : ટામેટા, ડુંગળી અને બટાકા મોંઘા થયા … શાકભાજી

ગયા વર્ષની સરખામણીમાં ડુંગળી અને બટાકાના ભાવ લગભગ 81 ટકા અને 57 ટકા વધી ગયા છે. માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તર પ્રદેશ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં ખેડૂતોનો પાક વરસાદના કારણે ખરાબ થઈ ગયો હતો. આ રાજ્યોમાંથી આવતી શાકભાજીની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે. ચોમાસાના કારણે ફળોની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here