મિઝોરમ:અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ ધરાશાયી:17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં, 30થી 40 મજૂરો હજુ દટાયેલા

મિઝોરમ:અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ ધરાશાયી:17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં, 30થી 40 મજૂરો હજુ દટાયેલા
મિઝોરમ:અંડર કન્સ્ટ્રક્શન રેલવે બ્રિજ ધરાશાયી:17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં, 30થી 40 મજૂરો હજુ દટાયેલા
મિઝોરમમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિઝોરમની રાજધાની આઈઝોલની પાસે અંડર કંસ્ટ્રક્શન રેલ બ્રિજ ધરાશાયી થતાં 17 શ્રમિકોના મૃત્યુ નિપજ્યાં છે. આ સંખ્યા વધી પણ શકે છે,કારણ કે હજુ પણ લગભગ 30થી 40 મજૂરો કાટમાળ નીચે દટાયેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. મૃતકોની સંખ્યા વધી પણ શકે છે. મિઝોરમમાં જે રેલવે ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર શ્રમિકો કામ કરી રહ્યા હતા. તે પુલની ઊંચાઈ 104 મીટર છે. આ પુલ દિલ્હીના કુતુબ મિનાર કરતા પણ ઉંચો છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરામથાંગાએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં ઈજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. 

Read About Weather here

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘જેઓએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરું છું. બચાવ કામગીરી ચાલુ છે. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.’

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here