માંગરોળમાંથી હુક્કાબાર અને વાડલા ફાટક નજીકથી હુક્કાની ફ્લેવર,સિગારેટ પકડાઇ

માંગરોળમાંથી હુક્કાબાર અને વાડલા ફાટક નજીકથી હુક્કાની ફ્લેવર,સિગારેટ પકડાઇ
માંગરોળમાંથી હુક્કાબાર અને વાડલા ફાટક નજીકથી હુક્કાની ફ્લેવર,સિગારેટ પકડાઇ
જૂનાગઢ પોલીસે ગઈકાલે જિલ્લાભરમાં મેગા ડ્રાઇવ કરી હતી, જેમાં માંગરોળમાંથી હુક્કાબાર જ્યારે વાડલા ફાટક નજીકથી હુક્કાની ફ્લેવર્ડ અને વિદેશી સિગારેટ પકડાઇ હતી. માંગરોળના હુક્કાબારમાં કલાકના ૩૫૦ રૃપિયા લઈ લઈ ફ્લેવર્ડ તમાકુનો નશો કરાવવામાં આવતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત જિલ્લામાં અન્ય સ્થળે ૩૦૧ જેટલા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જૂનાગઢ જિલ્લામાં ૩૧ ડિસે.ના અનુસંધાને પોલીસ દ્વારા ગતરાત્રીના આસામાજીક તત્વોની બેઠક ઉઠકના સ્થળો,ચા,પાનના ગલ્લા,ઇંડાની લારી,હોટલ,રેસ્ટોરન્ટમાં ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ બ્રેથ એનેલાઈઝર,ડ્રગ્સ ટેસ્ટીંગ કીટ,બોડીવોર્ન સાથે ખાસ ડ્રાઈવ યોજી હતી.જેમાં માંગરોળ પોલીસે બાતમીના આધારે એમ.જી.રોડ પર સૈયડવાળાના નાકા પર રોયલ હુકકાહ નામની દુકાનમાં ગેરકાયદેસર હુક્કાબાર પર દરોડો પાડતા ત્યાથી બે હુકકા તેમજ ફ્લેવર્ડ  તમાકુ સહિતનો મુદામાલ મળ્યો હતો. પોલીસે બે હુકકા સહિત કુલ ૧૯૮૮૦નો મુદામાલ કબ્જે કરી ફારૃક ઇસ્માઇલ પાડાવાલા સામે ગુનો દાખલ કર્યો હતો. આ શખ્સ એક કલાકના ૩૫૦ રૃપીયા લઈને હુક્કામાં નશો કરાવતો હોવાનું પોલીસે જણાવ્યું હતુ.

Read National News : Click Here

જ્યારે એસઓજીના સ્ટાફે વાડલા ફાટક નજીક આવેલી રજવાડી હોટલમાં આવેલી પાનની દુકાનમાં ઝડતી કરતા થડા પાછળના શો કેસના ખાનામાં રાખેલી વિદેશી બનાવટની સિગારેટ અને હુક્કાની વિવિધ ફ્લેવર્ડ મળી આવી હતી.એસઓજીએ વિદેશી સિગારેટના પેકેટ, હુક્કાની ફ્લેવર્ડવાળી તમાકુ,તેમજ પાંચ ખાલી હુક્કા મળી કુલ ૨૦૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.આ મામલે દુકાનના માલિક યુસુફ હુસેન કચરા સામે એસઓજીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત જિલ્લામાંથી નંબરપ્લેટ વગરના ૭૮,કાળા કાચ ધરાવતા ૭૮,નશો કરેલા ૪૭,છરી ચપ્પા સાથે ૧૨,ટ્રાફીકને નડતરરૃપ અને પુરઝડપે વાહન હાંકનાર ૨૧,હોટેલમાં સીસીટીવી કેમરા ન રાખનાર અને પથિકમાં એન્ટ્રી ન કરનાર ૪ તેમજ વાહન ડિટેઇનના ૨૭ મળી કુલ ૩૦૧ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here