રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહે છે, મહારાષ્ટ્રમાં કયાં મેચ હતો કે ચૂંટણી હતી? છતાં કોરોના ફેંલાયો

nitin-patel-મેચ-
nitin-patel-મેચ-

Subscribe Saurashtra Kranti here

દાંડી યાત્રાના રાજકીય કાર્યક્રમમાં ભલે હજારો ભેગા થાય, ક્રિકેટ મેચ માટે ભલે લાખો લોકો ઉમટે પણ લોકોએ રંગે નહીં રમવાનું

મહારાષ્ટ્રમાં કયાં મેચ હતો કે ચૂંટણી હતી? સોશિયલ મીડિયામાં સમાજના દરેક વર્ગમાંથી અલગ-અલગ પ્રકારે ઉઠતો રોષ અને આક્રોશનો અવાજ

રાજકોટ અને સૌરાષ્ટ્ર તથા સમગ્ર ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ભયંકર રીતે દોડ મુકીને જાહેર જીવનને ભીષમાં લીધુ છે. પરંતુ તેની પાછળના કારણો વિશે જવાબદારીની સામ સામી ફેકાફેકી થઇ રહી છે. લોકોમાં એવી ટીકા થાય છે કે, ચૂંટણી પ્રચાર અને રાજકીય મેળાવડાઓને કારણે કોરોના વકરી ગયો અને લોકો ફરીથી મુસીબતમાં મુકાયા છે. પરંતુ સત્તાધારી રાજકીય પક્ષ કે અન્ય રાજકીય નેતાઓ પોતાની જવાબદારી સ્વીકારવા બીલકુલ તૈયાર નથી.

સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા અત્યારે ચાલી રહી છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ કોરોનાના નિયમોનો ઉપહાસ કર્યો હતો અને બેદરકારી રાખી હતી. એ પછી અમદાવાદના વિશાળ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં બે વન્ડે મેચ રમાડીને લાખો લોકોને પ્રેક્ષકો રૂપે હાજર રાખવામાં આવ્યા હતા. લોકોના વર્ગમાં આ પગલાની ટીકા થઇ છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેસનના જય શાહ વગેરેને મોડે મોડે ભાન થયું અને બાકીના ત્રણ વન્ડે પ્રેક્ષકોની હાજરી વીના રમાડવામાં આવ્યા. પણ ત્યાં સુધીમાં ઘણુ મોડું થઇ ગયું હતું. કોરોના ફરી જનજીવનની વચ્ચે ઉધયની જેમ ધુસી ગયો છે અને ઉધામો મચાવી રહયો છે.

Read About Weather here

રાજયના નાયબ મુખ્યમંત્રી જેમની પાસે આરોગ્યનો પણ હવાલો છે. એવા વરિષ્ઠ નેતા નીતિન પટેલ હંમેશા લોકો પર ઠીફરૂ ફોડવાની આદત ધરાવે છે અને દરેક પરિસ્થિતિનો ઉસ્કેરાઇને જ જવાબ આપવા ટેવાયેલા છે. ગુજરાતના રાજકારણમાં આ એમણે નવો ચીલ્લો ચાતર્યો છે. હમણા નીતિન પટેલે એવું કહયું કે, અન્ય રાજયોમાં અને મહારાષ્ટ્રમાં કયાં ચૂંટણીઓ હતી અને કયાં મેચ હતા? છતાં ત્યાં કોરોના ફેંલાયો છે. તેઓ પોતાના પક્ષના નેતાઓએ ચૂંટણી દરમ્યાન જે ભુલો કરી છે તેનો બિલકુલ સ્વીકાર કરવા માંગતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here