ભાવનગરના રાષ્ટ્રીય ઉદ્યાનમાં 15 કાળિયારના મૃત્યુ

ભાવનગરના રાષ્ટ્રીય ઉદ્યાન
ભાવનગરના રાષ્ટ્રીય ઉદ્યાન

45થી વધુ કાળિયારનું અલગ-અલગ જગ્યાએ થી બચાવ કાર્ય કરવામાં આવ્યું

વાવાઝોડાથી ભાવનગરમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર અને આસપાસનાં વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં કાળિયારનાં મૃત્યુ અને જખમી થવાની ઘટનાઓ બની છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરફથી મળતી માહિતી અનુસાર બ્લેકબક નેશનલ પાર્કમાં 15 કાળિયારનાં મૃત્યુ થાય છે જયારે 45થી વધુ કાળિયારનું અલગ અલગ જગ્યાએ થી બચાવ કાર્ય કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

અત્રે ઉલ્લેખનીય છેકે નેશનલ પાર્ક ખાતે 6000થી વધુ કાળિયાર વસવાટ કરે છે.ઇ અહીં છેડા પર આવેલા ગાંડા બાવળનાં 50 થી વધારે વૃક્ષો પડી ગયા છે. નેશનલ પાર્કમાં આવેલા બોર્ડ અને વાયરલેસ ટાવર પણ પડી ગયા છે. વાવાઝોડાનાં લીધે પાર્કમાં પણ ખૂબ નુકસાન થવા પામ્યું છે.

અત્યારે પણ ભાવનગર નેશનલ પાર્ક અને આસપાસનાં વિસ્તારો જેવા કે ગણેશગઢ, સનેસ, કાળા તળાવ અને મીઠાપરનાં વિસ્તારોમાં બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં આવેલા વાવાઝોડાનાં લીધે 10 જેટલા કાળિયાર શોક એટલે કે ભયનાં લીધે મૃત્યુ પામ્યા છે. એ સિવાયનાં 5 ડૂબી જવાથી કે ફસાઈ ગયા હોય અને કૂતરાના કરડી જવાથી મૃત્યુને ભેટ્યા હતાં. એ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 45 કાળિયારને રેસ્ક્યું કરીને તેમના વિસ્તાર માં છોડી પણ દેવામાં આવ્યા છે.

Read About Weather here

આ વખતે ભયાનક વાવાઝોડાનાં લીધે મૃત્યુ થવાનો આંકડો વધ્યો છે. અત્યારે પહેલી પ્રાથમિકતા ફોન આવે કે તરત જ કાળિયારનો બચાવ કરવાની છે. જો કોઈ કાળિયારની હાજરી જણાય જે તમારા ઘરની આસપાસ આવી પહોંચ્યું હોય તો વહેલી તકે જાણ કરવા અઈઋ ડો. એમ.એચ.ત્રિવેદીએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here