મેહુલ વાઘેલાના ગીત સંગીતથી ઝૂમી ઉઠતા દર્દીઓ

સમરસમાં મ્યુકરમાઈકોસીસ દર્દીઓને અપાતી મ્યુઝીક થેરાપીથી દર્દીઓ ખુશ

મેહુલ વાઘેલાની ગીત સંગીતની સાધના જોઈ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કાઉન્સેલિંગ ટીમમાં સંગીત થેરાપીનું કામ સોંપ્યું

જીવનના પાંચ દશકા વિતાવી ચુકેલા શિયાણી દંપતિએ મક્કમતાપૂર્વક સામનો કરી કોરોનાને હરાવ્યો

ઓકસીજન લેવલ ઓછું હોવા છતાં ઓકસીજન કોન્સન્ટ્રેટરના સહારે અમદાવાદ થી જામકંડોરણા સુધીની સફર ખેડી અંતે

રાજકોટ સીવીલ હોસ્પીટલમાં સારવાર લઇ કોરોના મુક્ત થયા

છેલ્લા એક મહિનાથી સમરસમાં દિવસભર ગીત-સંગીતની ધૂન વાગતી રહી છે. પહેલા કોરોનાના દર્દીઓ અને હવે મ્યુકરમાઈકોસીસના દર્દીઓને મ્યુઝિક થેરાપી આપે છે કાઉન્સેલિંગ ટીમના સભ્ય મેહુલ વાઘેલા.

મેહુલ વાઘેલાની કાઉન્સેલિંગ અને સંગીતની સફર ખુબ રસપ્રદ છે. તેમના પિતાને કોરોના થતા સમરસમાં દાખલ કરાયા હતાં. મૂળ સંગીતના શિક્ષક મેહુલ પાસે કોરોનાને લઈને સ્કૂલ બંધ હોઈ કોઈ કામ હતું નહીં. એટલે સમરસમાં એટેન્ડન્ટ તરીકે કામ મેળવ્યું. દર્દીઓની સંભાળ દરમ્યાન તેમના પિતાને તેઓ ગીત ગાઈ સંભળાવતા. પ્રાંત અધિકારી શ્રીચરણસિંહ ગોહિલના ધ્યાને આ વાત આવતા તેઓએ મેહુલ વિષે વધુ જાણકારી મેળવી. મેહુલ વાઘેલાની ગીતસંગીતની સાધના જોઇને શ્રી ગોહિલે તેમને  કાઉન્સેલિંગ ટીમમાં સામેલ કરી સંગીત થેરાપી આપવાનું નવું કામ સોંપ્યું.

Subscribe Saurashtra Kranti here

મેહુલ વાઘેલાનું કામ રોજબરોજ દર્દીઓને તેમના મનપસંદ ગીતો ગાઈ સંભળાવવાનું, સાથે ગિટાર વગાડવાનું.દર્દીઓ પણ સુરમાં સુર મિલાવી, તાળીઓના તાલે જુમે… ને તેઓનું દર્દ ભુલાય જાય.

દર્દીઓ ભજન તેમજ ગુજરાતી અને હિન્દી ફિલ્મના ગીતોની ફરમાઈશ કરે, મેહુલ વાઘેલા પુરી કરે. દર્દીઓ આવે ત્યારે અને સાજા થઈ પરત ઘરે ફરે એટલે ગિટારની ધૂન પર ગાયન સંભળાવી માહોલ ખુશનુમા કરી દે. તેમની કામગીરીથી મેનેજમેન્ટ પણ ખુશ. મેહુલ વાઘેલાના આ કામમાં અન્ય સ્ટાફ નર્સ અને અટેન્ડેન્ટ પણ સાથોસાથ તેમનો ગાવાનો શોખ પૂરો કરી લે..

કોરોના પૂર્વે રાષ્ટ્રીય શાળા તેમજ સર્વોદય સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કાર્યરત હતાં, પરંતુ લોકડાઉનને કારણે સ્કૂલ બંધ થઈ જતા તેઓને સમરસમાં આ કામગીરી કરવા મળી. મેહુલ ગિટાર ઉપરાંત હાર્મોનિયમ, કી-બોર્ડ અને તબલા પણ વગાડી જાણે. તબલામાં ૪ વર્ષનો કોર્સ કરેલો છે. અને લાઈવ પર્ફોમન્સ આપે ત્યારે ૩ કલાક જેટલો સમય ગીતો ગાઈ શકે છે તેમ મેહુલ જણાવે છે. તેના ફેવરિટ સિંગર સોનુ નિગમ છે જયારે ભજનોમાં શ્રીનાથજીના સહિત અનેક ભજનો તેઓ ગાઈ શકે છે. કોરોના સમયે પોતીકાથી દુર લોકોને પોતીકાપણાનો અનુભવ કરાવતા સીવીલ હોસ્પીટલના હેમાંગીબેન ચૌહાણ જેવા એટેન્ડન્ટ

બુરા વકત હમેશા અપનો કી પહેચાન કરવાતા હૈ………

કોરોના મહામારીના કપરા સમયે લોકોને સંવેદના અને જીવનના ખાટા મીઠા અનુભવોનો પણ પરીચય કરાવ્યો છે. કડવી છતાં વાસ્તવિક એવી આ બાબત કોરોના મહામારીમાં સમયમાં કાર્યરત ફ્રન્ટલાઇન વોરીયર્સ એવા હોસ્પીટલના કમર્ચારીઓ માટે રોજબરોજની બની રહી છે.

કોરોના મહામારીમાં કોરોના સંક્રમિત થવાથી સારવાર માટે દાખલ તથા નાના બાળકથી માંડીને મોટેરાઓ સુધીના સૌ કોઇ ઘરથી દુર થવાથી એકલતા અનુભવતા હોય છે. આવા સમયે સૌની એક માત્ર આશા પ્રેમ અને હુંફની હોય છે.

Read About Weather here

પીડીયુ સવીલ કોવીડ હોસ્પીટલમાં છેલ્લા એક મહિનાથી કોરોના સંક્રમિત એવા જયાબેન અજાણી કે જેઓ એ જીંદગીના ૬ દાયકા વિતાવી ચુકયા છે. એક મહિનાથી હોસ્પીટલમાં દાખલ એવા જયાબહેનની સારવાર ડો. રાજેન્દ્ર ચૌહાણ અને ડો. શહેનાઝ મલીક કરી રહ્યા છે. ઘરથી દુર લાબો સમય રહેવાને કારણે તેઓ એકલતા અને મુંઝવણ અનુભવતા હતા. જીવનના ઉત્તરાર્ધમાં જીંદગી પ્રત્યે નિરાશા અનુભવતા જયાબહેનને આવા સમયે પોતિકાપણાની હુંફ આપવા દિકરી જેવી એટેન્ડન્ટ હેમાંગી ચૌહાણનો સધિયારો પ્રાપ્ત થયો છે.

હેમાંગી ચૌહાણની હુંફ અને લાગણીથી જયાબહેનમાં ચેતનાની નવી ઉર્જાનો સંચાર થયો છે. સ્વસ્થતા માટે માત્ર દવા નહીં પ્રેમ અને હુંફની પણ એટલી જ જરૂર હોય છે. આવા આંખોને ઠારે તેવા અનેક દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલનમાં જોવા મળે છે. કોરોનાના દર્દીઓને સારવારની સાથે માનસિક સધિયારો આપવાની આ તપશ્ચર્યામાં સરકારી હોસ્પિટલના તબીબો અને નર્સબહેનો સહિત હેમાંગી ચૌહાણ જેવી દયાની દેવીઓએ કયારેય પાછીપાની કરી નથી. માનવીય સંવેદનાને ઝંકૃત કરતા આવા પ્રસંગોની સાક્ષી બનતી હેમાંગી ચૌહાણ જેવી દયાની દેવીઓને સો સો સલામ………..

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here