ભારત બાદ 47 વર્ષ પછી રશિયાએ ચંદ્ર પર પોતાનું લુના-25 લેન્ડર મિશન લોન્ચ કરાયું

ભારત બાદ 47 વર્ષ પછી રશિયાએ ચંદ્ર પર પોતાનું લુના-25 લેન્ડર મિશન લોન્ચ કરાયું
ભારત બાદ 47 વર્ષ પછી રશિયાએ ચંદ્ર પર પોતાનું લુના-25 લેન્ડર મિશન લોન્ચ કરાયું
ભારત બાદ રશિયાએ પણ ચંદ્ર પર પોતાનું મિશન મોકલ્યું છે. લગભગ 47 વર્ષ બાદ રશિયાએ ચંદ્ર પર પોતાનું ચંદ્ર મિશન મોકલ્યું છે.  લુના-25 લેન્ડર મિશન 11 ઓગસ્ટના રોજ સવારે 4.40 વાગ્યે અમુર ઓબ્લાસ્ટના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ Soyuz 2.1b રોકેટથી કરવામાં આવ્યું હતું. તેને લુના ગ્લોબ મિશન પણ કહેવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ રોકેટ લગભગ 46.3 મીટર લાંબુ છે. તેનો વ્યાસ 10.3 મીટર છે. તેનું વજન 313 ટન છે. લુના-25 વર્ષ દરમિયાન ચંદ્રની સપાટી પર કામ કરશે. તેનું વજન 1.8 ટન છે. તેમાં 31KGના વૈજ્ઞાનિક સાધનો છે. એક ખાસ ઉપકરણ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સપાટીના 6 ઇંચ ખોદકામ કરીને પથ્થર અને માટીના નમૂના એકત્રિત કરશે. જેથી થીજી ગયેલા પાણીને શોધી શકાય. વિગતો મુજબ ચાર તબક્કાના રોકેટે લુના-25 લેન્ડરને પૃથ્વીની બહાર ગોળાકાર ભ્રમણકક્ષામાં છોડ્યું. ત્યારબાદ અવકાશયાન ચંદ્રમાર્ગ તરફ રવાના થયું. તે અહીં 5 દિવસ સુધી મુસાફરી કરશે અને પછી 7-10 દિવસ સુધી ચંદ્રની આસપાસ ફરશે. તમને જણાવી દઈએ કે, ચંદ્ર પર ઉતરાણ કરવામાં માત્ર ત્રણ સરકાર જ સફળ રહી છે. તેમાં સોવિયેત યુનિયન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીનનો સમાવેશ થાય છે. ભારત અને રશિયા  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પ્રથમ ઉતરવાનું લક્ષ્ય ધરાવે છે.

Read About Weather here

યુક્રેન પર હુમલો કર્યા બાદ પ્રથમ વખત રશિયાએ પોતાનું મિશન અન્ય ગ્રહ અથવા ઉપગ્રહ પર મોકલવા માટે સંમતિ દર્શાવી છે. રશિયન સ્પેસ એજન્સીએ કહ્યું કે, અમે કોઈ દેશ કે સ્પેસ એજન્સી સાથે સ્પર્ધા નથી કરી રહ્યા. અમારા ઉતરાણ વિસ્તારો પણ અલગ છે. તમને જણાવી દઈએ કે, લુના-25 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક બોગુસ્લાવસ્કી ક્રેટર પાસે ઉતરશે. તે લેન્ડિંગ માટે 30×15 કિમીની રેન્જ ધરાવે છે. Luna-25 એ રોબોટિક ચંદ્ર સ્ટેશન છે. આ દરમિયાન તેના પેલોડ્સ ચંદ્રની સપાટી પરથી માટી લઈને તેનું પરીક્ષણ કરશે. ડ્રિલિંગ ક્ષમતા બતાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here