ભારતને મોટો ઝટકો:ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાથી વર્લ્ડ કપમાંથી બહાર

ભારતને મોટો ઝટકો:ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાથી વર્લ્ડ કપમાંથી બહાર
ભારતને મોટો ઝટકો:ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાથી વર્લ્ડ કપમાંથી બહાર
ભારતમાં રમાનાર વનડે વર્લ્ડ કપમાં હાલ ટીમ ઇન્ડિયા સાત મેચ રમી છે અને તે અજેય રહી છે. ટીમ ઈન્ડિયા એક માત્ર ટીમ છે જે એક પણ મેચ નથી હાર્યું. ટીમમાં બોલિંગ એટેક ખૂબ જ ફોર્મમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આપણા ટીમના ઈન ફોર્મ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અંગે એક ખરાબ સમાચાર આવ્યા છે. હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત હોવાથી વર્લ્ડ કપ માંથી બહાર મુકાયા છે. તેમના સ્થાને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષણને સ્થાન અપાયું છે.બોલર પ્રસિદ્ધ કૃષણને મળ્યું ટીમમાં સ્થાન બાંગ્લાદેશ સામેની મેચમાં હાર્દિકને બોલિંગ સમયે પગની ઘૂંટીમાં ઇજા પહોંચી હતી
તેઓ વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા હતા. તે મેચમાં પણ તેઓ માત્ર ત્રણ બોલ જ ફેંકી શક્યા હતા. આ પછી છેલ્લી ત્રણ મેચમાં ટીમ ઈન્ડિયા તેમના વિના જ મેદાનમાં ઉતરી છે. મહત્વનું છે કે, હાર્દિક પંડ્યાને 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાયેલી મેચ દરમિયાન લિગામેન્ટમાં ઈજા થઈ હતી.જે બાદ તેઓ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં હતા.

Read National News : Click Here

ICCએ હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાંથી બહાર થવાની પુષ્ટિ કરી છે. ભારતે હાલમાં લીગ રાઉન્ડમાં વધુ બે મેચ રમવાની છે. 5 નવેમ્બરે ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાવાની છે, જ્યારે 12 નવેમ્બરે ઈન્ડિયા નેધરલેન્ડ સામે ટકરાશે.ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે પણ ક્વોલિફાઈ થઈ ગઈ છે. હાલ લીગ મેચનાં રાઉન્ડમાં ઈન્ડિયાનો મુકાબલો આવતીકાલે રવિવારે સાઉથ આફ્રિકા સામે થશે અને ત્યારબાદ નેધરલેન્ડ સામે રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here