ભાદર – ફોફળ – વેણુ – ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં વધુ 25 ડેમોમાં 0.5 થી 11 ફુટ નવા નીરનું આગમન ….

ભાદર - ફોફળ - વેણુ - ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં વધુ 25 ડેમોમાં 0.5 થી 11 ફુટ નવા નીરનું આગમન ....
ભાદર - ફોફળ - વેણુ - ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં વધુ 25 ડેમોમાં 0.5 થી 11 ફુટ નવા નીરનું આગમન ....

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં ડેમોમાં ગઈકાલે પણ નવાનિરની આવક યથાવત રહેવા પામી હતી.રાજકોટ જિલ્લાનાં 6 સહિત સૌરાષ્ટ્રનાં, 25 ડેમોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 0.5 થી 11 ફુટ જેટલું નવું પાણી ઠલવાયું હતું.

ભાદર - ફોફળ - વેણુ - ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં વધુ 25 ડેમોમાં 0.5 થી 11 ફુટ નવા નીરનું આગમન …. ડેમો

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લાનાં ભાદર-1 ડેમમાં વધુ 0.5 ફૂટ નવુ પાણી આવેલ હતું.જયારે ફોફળમાં પણ 0.5 ફૂટ તથા વેણુ-2માં પોણાત્રણ ફૂટ નવાનિરની આવક થવા પામી હતી. તેમજ આજી-3માં 0.5 ફૂટ, ડોંડીમાં 2.13 ફૂટ અને ન્યારી-2માં 0.33 ફૂટ, નવા પાણીની આવક છેલ્લા 24 કલાક દરમ્યાન થવા પામી હતી.

જયારે મોરબી જિલ્લાનાં ચાર ડેમોમાં પણ નવાનિરની આવક થઈ હતી.જેમાં મચ્છુ-1માં 0.5 ફૂટ, મચ્છુ-2માં પણ 0.5ફૂટ, ડેમ-2માં પોણા બે ફૂટ અને બંગાવાડીમાં 6 ફૂટ નવા પાણીની આવક થવા પામી હતી.આ ઉપરાંત જામનગર જિલ્લાનાં, 21 પૈકી 10 ડેમોમાં પણ નવાનિર ઠલવાયા હતાં.જેમાં સસોઈમાં 4.13 ફૂટ, પન્નામાં 1.90 ફૂટ, સપડામાં દોઢ ફૂટ અને ફુલઝર-2માં સૌથી વધુ 11.81 ફૂટ નવા પાણીની આવક થવા પામી હતી.

ભાદર - ફોફળ - વેણુ - ન્યારી સહિત સૌરાષ્ટ્રનાં વધુ 25 ડેમોમાં 0.5 થી 11 ફુટ નવા નીરનું આગમન …. ડેમો

આ ઉપરાંત ડાઈ ખીણસરમાં સવાફૂટ, રંગમતીમાં 3.28 ફૂટ, કંકાવટીમાં 1.71 ફૂટ, રૂપાવટીમાં 2.30, રૂપારેલમાં2.62 તથા સસોઈ-2માં 3.28 ફૂટ નવા પાણીની આવક થઈ હતી.

આ ઉપરાંત દ્વારકા જિલ્લાનાં વર્તુ-2માં 9.35 ફૂટ શેઢાભાડથરીમાં 2.13 ફૂટ તથે વેરાડીમાં 2.13 ફૂટ, નવુ પાણી આવેલ હતું. તેમજ સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં અઢી ફૂટ નવાપાણીની આવક થવા પામી હતી.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here