ભાજપ અધ્યક્ષ પાટીલે કરવેરામાં રાહત આપવા સુરત મેયરને પત્ર લખ્યો

CR-Patil-ભાજપ
CR-Patil-ભાજપ

Subscribe Saurashtra Kranti here

ભાજપ અધ્યક્ષ પાટીલ

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત શહેરના ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને કરવેરામાં મોટી રાહત આપવાની તૈયારી કરી રહૃાા છે. તેઓ એવો કોઇ નિર્ણય કરવા માંગે છે કે જેનાથી લોકોને ખરેખર આર્થિક રાહત મળવા સાથે મહાનગરપાલિકા કરવેરાની જંજાળમાંથી છુટકારો મળે.

થોડા દિવસ પહેલાં શાસકોએ ૧૫ ચોરસ મીટરનો એરિયા ધરાવતા લોકોને કરવેરામાં સંપૂર્ણ માફી આપવાનો નિર્ણય કર્યો હતો. ભાજપના સી.આર.પાટીલ આ નિર્ણયને આવકાર્યો હતો પરંતુ આનાથી સંતોષ નહીં માનનારા સી.આર.પાટીલ એવું માને છે કે, નાના ઘરમાં રહેતા પરિવારને કર માળખામાંથી સંપૂર્ણ રાહત મળવી જોઈએ. આ માટે તેમને ૧૫ ચોરસ મીટર સુધી સંપૂર્ણ રાહત અને ૧૫ થી ૨૫ ચોરસ મીટર સુધી ઘર માટે કરવેરામાં ૫૦ ટકા અને કોમર્શિયલ ઉપયોગ થતો હોય તો ૨૫ ટકા રાહત આપવા સુરત મનપાના પદાધિકારીઓને લેખિત ભલામણ કરી સત્તાવાર નિર્ણય લેવા સૂચના આપી.

Read About Weather here

આ અંગે સી.આર, પાટીલે જણાવ્યું હતું કે, શહેરના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને પ્રાથમિક સુવિધાઓ મળવા ઉપર કરવેરામાં અનુભૂતિ થાય એવી રાહત મળવી જોઈએ અને આગામી દિવસોમાં ગરીબી મધ્યમ વર્ગીય પરિવારોના મનના સપના સાકાર થાય એવા નિર્ણયો કરવાની દિશામાં મનોમંથન ચાલી રહૃાું છે. કદાચ એ લોકો એ કલ્પના પણ કરી નહીં હોય એવા રાહતની અનુભૂતિ કરવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here