નવસારીમાં મહારાષ્ટ્રની બસે ટક્કર મારતા માતા-પુત્રીના મોત

Navasari-Accident-નવસારી
Navasari-Accident-નવસારી

Subscribe Saurashtra Kranti here

નવસારીના ગુરુકુલ સુપા પાસેના પૂર્ણાં નદીના કાળમુખા બ્રિજ પર મહારાષ્ટ્રની બસ સાથે માતાપુત્રીનો ગમખ્વાર અકસ્માત

અકસ્માત સર્જાતાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે. આ અકસ્માતથી ૫ ફેબ્રુઆરી ૨૦૧૬માં નવસારીથી ઉકાઈ જઈ રહેલી બસના અકસ્માતની યાદ તાજી થઈ છે.

નવસારીના પેરા ગામમાં રહેતી મહિલા ધર્મિષ્ઠા પટેલ(ઉંમર ૪૧) અને પુત્રી દ્રષ્ટિ (ઉંમર ૨૧) માતા-પુત્રી અને પુત્ર સાથે રહે છે. આજે વહેલી સવારે અગ્રવાલ કોલેજમાં ભણતી પુત્રી દ્રષ્ટિને મુકવા માતા બાઇક પર ઓવરબ્રિજ પરથી પસાર થઇ રહૃાા હતા, તે વેળા નવસારી તરફથી આવતી વાપી ધૂળિયા બસ સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં માતા ધર્મિષ્ઠા રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી જેમને તાત્કાલિક સારવાર અર્થે પારસી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું છે.

Read About Weather here

જ્યારે વાપી-ધુલિયા બસના ડ્રાઇવર કંડકટર પણ ગ્રામ્ય પોલીસ મથકે હાજર થયા હતા. અકસ્માતના સ્થળે સ્થાનિકોના જોવા કહેવા મુજબ, આ અકસ્માતમાં બસચાલકની ભૂલ હોઈ શકે તેવું તારણ બહાર આવ્યું છે. કારણ કે, બસ રોંગ સાઈડથી પોતાની સાઈડમાં આવી હોય તેવા ટાયરના નિશાન ઘટના સ્થળ પર જોવા મળ્યા હતા. જેને લઈ ગ્રામ્ય પોલીસે અકસ્માતને લઈને કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here