બાળકોને સોશિયલ મીડિયાનો નિર્ધારિત ઉપયોગ માટે સરકાર વયમર્યાદા નક્કી કરે:કર્ણાટક હાઈકોર્ટ

બાળકોને સોશિયલ મીડિયાનો નિર્ધારિત ઉપયોગ માટે સરકાર વયમર્યાદા નક્કી કરે:કર્ણાટક હાઈકોર્ટ
બાળકોને સોશિયલ મીડિયાનો નિર્ધારિત ઉપયોગ માટે સરકાર વયમર્યાદા નક્કી કરે:કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટેના જસ્ટિસ જી નરેન્દ્રએ કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. હું તમને કહીશ કે ઘણી સારી વસ્તુઓ થશે. આજના શાળાએ જતા બાળકો તેના વ્યસની બની ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મને લાગે છે કે આબકારી નિયમોની જેમ આ માટે પણ વય મર્યાદા હોવી જોઈએ. કર્ણાટક હાઈકોર્ટે મંગળવારે સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે જો દારૂ પીવા માટે નિર્ધારિત કાયદાકીય ઉંમર હોઈ શકે છે, તો તેવી જ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે વય મર્યાદા નક્કી કરી શકાય છે. જસ્ટિસ જી. નરેન્દ્ર અને જસ્ટિસ વિજયકુમાર એ. પાટીલની ડિવિઝન બેન્ચે 30 જૂનના સિંગલ જજના આદેશને પડકારતી એકસ કોર્પ (અગાઉ ટ્વિટર)ની અપીલની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

ન્યાયાધીશે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના વિવિધ આદેશો વિરુદ્ધ એક્શની અરજીને ફગાવી દીધી હતી. મંત્રાલયે 2 ફેબ્રુઆરી, 2021 અને ફેબ્રુઆરી 28, 2022 ની વચ્ચે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69અ હેઠળ 10 સરકારી આદેશો જારી કર્યા હતા, જેમાં 1474 એકાઉન્ટ્સ, 175 ટ્વીટ્સ, 256 યુઆરેલ અને એક હેશટેગને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્વિટરે આમાંથી 39 યૂઆરેલ ને લગતા આદેશોને પડકાર્યા હતા. જસ્ટિસ જી નરેન્દ્રએ કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવો જોઈએ. હું તમને કહીશ કે ઘણી સારી વસ્તુઓ થશે. આજના શાળાએ જતા બાળકો તેના વ્યસની બની ગયા છે. મને લાગે છે કે આબકારી નિયમોની જેમ આ માટે પણ વય મર્યાદા હોવી જોઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે બાળકોની ઉંમર 17 કે 18 વર્ષ હોઈ શકે છે, પરંતુ શું તેમનામાં દેશના હિત અને નુકસાન વિશે નિર્ણય લેવાની પરિપક્વતા છે.

Read Saurashtra Kranti E-Paper here

આવી વસ્તુઓને માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ ઈન્ટરનેટ પરથી પણ દૂર કરવી જોઈએ, જે મનને સાચા રસ્તેથી હટાવે છે. સરકારે સોશિયલ મીડિયાના ઉપયોગ માટે વય મર્યાદા નક્કી કરવાનું પણ વિચારવું જોઈએ.કોર્ટે એક્સ કોર્પ પર 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસની સુનાવણી બુધવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. કોર્ટ બુધવારે ’ એકશ કોર્પ’ દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહત અંગે નિર્ણય કરશે. તેમની અરજી પર હવે પછી સુનાવણી થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here