બનાસકાંઠામાં છાપી નાગરિક બેંકની ચૂંટણીમાં ગુપ્તતા ન જળવાતી હોવાનો આક્ષેપ

બનાસકાંઠાના છાપી નાગરિક બેંકની ચૂંટણીમાં ગુપ્તતા ન જળવાતી હોવાનો આક્ષેપ છે.બેલેટ પેપર ઉપર બે નંબર હોવાથી ગુપ્તતા સચવાતી નથી.બેલેટ પેપર અને મતદારને અપાતી પાવતી પર બંને બાજુએ નંબર હોવાથી કોણે કોને મત આપ્યો છે તેની સ્પસ્ટ માહિતી મળી શકે છે.

જેના કારણે મતદાનની ગુપ્તતા પર સવાલ ઉઠ્યા હતા.બેક્ધની ચૂંટણીમાં સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નહોતુ. છાપી પોલીસના બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ હતી.