પ્રભાસ પાટણમાં 900 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપયો

પ્રભાસ પાટણમાં 900 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપયો
પ્રભાસ પાટણમાં 900 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપયો

નશાના કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરા ફેરી-વેંચાણના દુષણનો નાશ કરવા પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ

રાજયમાં યુવાધન પ્રતિબંધિત નશા પદાર્થોના રવાડે ચડી રહયુ હોવાથી અનેક પરીવારો બરબાદ થઇ રહ્યાના કિસ્સા સમાજમાં જોવા મળી રહયા છે. આવા પદાર્થોની બેરોકટોક ગેરકાયદેસર હેરાફેરી નોંધપાત્ર રીતે વધી રહી છે. ત્યારે એસઓજી બ્રાંચના સ્ટાફએ બાતમીના આઘારે સોમનાથ સાંનિઘ્યથી એક રહેણાંક મકાનમાંથી મુંજાવરને 900 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીઘો છે. મુજાવરએ ધોરાજીના શખ્સી પાસેથી ગાંજાનો જથ્થો મેળવેલ હોવાનું પ્રાથમિક પુછપરછમાં જણાવતા પોલીસે બંન્ને શખ્સો સામે ગુનો નોંઘી પુછપરછ કરવા તજવીજ હાથ ઘરી છે.

છેલ્લા થોડા સમયથી રાજયમાં પ્રતિબંઘિત ગાંજો, ડ્રગ્સ અને ચરસ જેવા નશાના કેફી દ્રવ્યોની મોટાપાયે ગેરકાયદેસર હેરાફેરી થઇ રહી હોવા અંગે પ્રબુધ્ધ નાગરીકો ચિંતા કરી આ દુષણને જળમુળથી ડામી દેવા સરકાર અને પોલીસ તંત્ર સમક્ષ માંગણી કરી રહયા છે.

Subscribe Saurashtra Kranti here

દરમ્યાન ગઇકાલે રાત્રીના ગીર સોમનાથ એસઓજી બ્રાંચના નરવણસિંહ ગોહિલ અને ગોવિદ વંશને મળેલ બાતમીના આઘારે સ્ટારફએ સોમનાથ સાંનિઘ્ય સેન્ટામેરી સ્કુલ સામે હાજી પીરની દરગાહ પાછળ રહેતો મુજાવર મોહમદરિયાન મોહમદહુસેન બુરહાનીના રહેણાંક મકાનમાં રેડ કરી તપાસ કરતા 900 ગ્રામ ગાંજો કિ.રૂ.9 હજારનો જથ્થો મળી આવેલ હતો. જેના આઘારે મુજાવર મોહમદરિયાનની પુછપરછ કરતા ગાંજાનો જથ્થો0 અહેમદ ફકીર રહે.

ધોરાજી નામનો શખ્સો આપી ગયાનું જણાવેલ હતુ. જેથી એસઓજીના પીએસઆઇ વી.આર. સોનારાએ મુજાવર મોમદરિયાન અને અહેમદ ફકીર સામે પ્રભાસપાટણ પોલીસમાં એન.ડી.પી. એસ. એકટ મુજબ ગુનો નોંઘાવેલ છે.

આ મુજાવર કેટલા સમયથી ગાંજાનું વેંચાણ કરતો અને કોની-કોની પાસેથી જથ્થો લઇ આવતો સહિતની વિગતો જાણવા તેને કોર્ટમાં રજુ કરવા પોલીસએ તજવીજ હાથ ઘરી હોવાનું જાણવા મળેલ છે.

Read About Weather here

ત્યારે શહેર અને જીલ્લામાં નશા પદાર્થોના ગેરકાયદેસર વેંચાણ અને હેરાફેરી સામે ડ્રાઇવ ચલાવી કડક હાથે કામગીરી કરવાની હજુ જરૂર હોવાની આગેવાનોમાં ચર્ચા શરૂ થઇ છે.

કેફી દ્રવ્યનો જથ્થો પકડવામાં એસઓજીના પીઆઇ એસ.એલ. વસાવા, લખમણ મેતા, કેતન જાદવ, નરેન્દ્ર કછોટ, વિજય બોરખતરીયા, ઇબ્રાહીમશા બાનવા, મુકેશ ટાંક, ગોવિદ રાઠોડ, સુભાષ ચાવડા, કમલેશ પીઠીયા, મેહુલસિંહ પરમાર, ભુપતગીરી મેઘનાથી, એફ.એસ.એલ.ના પી.જે. કુરાણી સહિતના સાથે રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here