આપણે લોકોને સાચું કહેવું કે સારું કહેવું ?

    આપણે લોકોને સાચું કહેવું કે સારું કહેવું ?
    આપણે લોકોને સાચું કહેવું કે સારું કહેવું ?

    આજે આપણે જોઈએ તો દરેક લોકોને એક જ વાત ખૂંચતી હોય છે તે છે આપણું વર્તન, આપણા વિચારો જે સામેવાળી વ્યક્તિને નારાજ ના કરી દે આ વિચાર ધારામાંથી બહાર આવવાની જરૂર છે.

    આપણે દુનિયા, સગા-વ્હાલા, મિત્રો બધા જ પાસે એક ચોક્કસ પ્રકારનાં વર્તનની અપેક્ષા રાખીએ છે. તે લોકો સતત એવું ઈચ્છતા હોય છે કે તમે તેમને આધીન રહો એટલે તમારે તેમની અપેક્ષાઓને જાણીને સતત તેને પૂરી કરવા સજ્જ રહેવાનું એવું દરેક માણસને હોય છે પછી ભલે ને તે સ્વીકારે કે ના સ્વીકારે માણસ માત્રનું હોવું, માનવું ને સ્વીકારવું આ ત્રણ અલગ-અલગ વાત છે અને આ ત્રણનું માપ અલગ-અલગ છે.

    તેનું એકસરખું માપ ક્યારેય આવી ના શકે. દરેક વ્યક્તિ પોતાના માતા-પિતા, પત્ની, સંતાનો, મિત્રો,પાડોશી, પ્રેમી-પ્રેમિકાનાં અથવા અન્ય કોઈપણ સંબંધમાં અલગ-અલગ રીતે વર્તન કરતા હોય છે. તેઓ માતા-પિતા સાથે જે રીતે વર્તે તે રીતે પોતાના સંતાનો સાથે નથી વર્તન કરતા.

    Subscribe Saurashtra Kranti here

    આમ, તેઓ દરેક વ્યવહાર અલગ રીતે જ પુરા કરે છે. સમાજમાં સ્વીકૃતિ મળે પછી લોકોનો સાથ મળે તે માટે ઈચ્છા હોય કે ના હોય છતાં કામ કરતા જ રહેવાનું આવી માનસિકતાનાં જોરે રહેવામાં આપણને આપણું ગમતું કશું જ કરતા નથી, આપણને શું જોઈએ છે તે બધું આપણે બાજુ ઉપર મૂકી દઈએ છે. આપણે કાયમ બીજાને ગમે એ જ કર્યા કરવાનું.

    ક્યારેક સારા દેખાવ માટે પણ બીજાને ગમતું કરીને આપણે આપણી મેન-આઈડેન્ટીરી ખોઈ નાખીએ છે અને પછી આપણે બીજાની જ સ્વીકૃતિને પ્રાધાન્ય આપીને જીવવા લાગીએ છે. આમ, સ્થિતિ એવી છે કે વ્યક્તિને શું બનવું છે. તે જાતે નક્કી કરી શકતી નથી. તેને સમાજ અને સગાઓ દ્વારા જે મહોરું પહેરાવવામાં આવે છે તેના આધારે તે જીવન પસાર કરવાનું પસંદ કરે છે.

    આપણે શું છે તે સ્વીકારવાની પણ આપણામાં હિંમત નથી અથવા તો એ તસ્દી પણ આપણેલેતા નથી, એટલે સત્યનો સ્વીકાર કરતા ડરીએ છે. સાચી વ્યક્તિને સાથ આપવાનો પણ આપણને ભય લાગે છે. આપણેસતત એવું થાય છે કે જો સાચી વાત રજુ થશે તો આપણને ડીસએપ્રુવલ મળશે કે રીજેકશન મળશે. એવા કાલ્પનિક ભયનાં કારણે આપણે સાચા હોવાના બદલે સારા હોવાનો દંભ કરીએ છે, સામેવાળી વ્યક્તિને જે જેવું ને જેટલું ગમે છે તેટલું આપીને આ ગમતા રહેવાની પ્રકૃતિમાં અનુકૂળ થઇ જઈએ છે.

    Read About Weather here

    આપણને એ ભય છે કે સારાને બદલે સાચું કહેવામાં ક્યાંક તે વ્યક્તિ આપણાથી દૂર થઇ જાય તો આમ આવા સંબંધોમાં સ્વીકારને અસ્વીકાર વચ્ચે પાતળી ભેદરેખા છે. જ્યાં સુધી તમે તેની અંદર રહીને કામ કર્યા કરશો ત્યાં સુધી તમને સ્વીકૃતિનો આનંદ મળતો રહે છે અને જેવા તમે તેની બહાર ગયા કે અસ્વીકાર થવા લાગશે, તમે જ્યાં સુધી સામેની વ્યક્તિની ઈચ્છા પૂરી કરતા રહો, તેને ગમે તેવું વર્તન કરો ત્યાં સુધી જ તમે તેમને ગમો છો.

    જે ક્ષણે તમે તેમની અપેક્ષાની વિરુધ્ધ વર્તન કર્યું ત્યારથી તે તમારી સમક્ષ અસ્વીકારનું હથિયાર ઉગામશે, એટલે મિત્રો આપણને શું ગમે છે અને શું નથી ગમતું એ અંગે દુનિયાને જણાવવાના બદલે મનને છેતરીને જીવતા શીખી ગયા છે. આમ, દુનિયાદારીએ પહેરાવેલું મહોરું આપણી સાથે જોડાઈ ગયું છે એટલે આપણો સાચો ચહેરો આપણે ભૂલી ગયા છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here