નેપાળમાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ નદીમાં ખાબકતા 6 ભારતીયો સહિત 8ના મોત:15થી વધુ ઘાયલ

નેપાળમાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ નદીમાં ખાબકતા 6 ભારતીયો સહિત 8ના મોત:15થી વધુ ઘાયલ
નેપાળમાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ નદીમાં ખાબકતા 6 ભારતીયો સહિત 8ના મોત:15થી વધુ ઘાયલ
નેપાળમાં ગુરુવારે વહેલી સવારે એક અકસ્માત સામે આવી છે. વાત જાણે એમ છે કે, બારા જિલ્લાના જીતપુર સિમરા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં જે યાત્રાળુઓ હતા તે મોટાભાગના ભારતના હતા. 

Visit Saurashtra Kranti Homepage here

નેપાળ દુર્ઘટનાને લઈ જિલ્લા પોલીસ બારાના પ્રવક્તા દાધીરામ ન્યુપાનેએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ત્રણના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 5 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ તરફ બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. વિગતો મુજબ બસ કાઠમંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ 15 મીટર નીચે પડી ગઈ હતી.

Read About Weather here

મૃત લોકોની ઓળખ

જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના 41 વર્ષીય બિજય લાલ પંડિત અને રાજસ્થાનના બહાદુર સિંહ (67), મીરા દેવી સિંહ (65), સત્યવતી સિંહ (60), રાજેન્દ્ર ચતુર્વેદી (70), શ્રીકાંત ચતુર્વેદી (65) અને બૈજંતી દેવી (67) તરીકે કરી છે.

બસમાં 26 મુસાફરો સવાર હતા

મકવાનપુરના ડીપીઓ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર બસમાં કુલ 26 મુસાફરો હતા. અકસ્માતમાં ઘાયલ થયેલા 17 લોકોની હેટૌડા હોસ્પિટલ, સાંચો હોસ્પિટલ, ચુરેહિલ હોસ્પિટલ અને ઓલ્ડ મેડિકલ કોલેજ ભરતપુરમાં સારવાર આપવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here