નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો:બન્યો દુનિયાનો નંબર વન ‘જેવલીન થ્રોઅર’

નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો:બન્યો દુનિયાનો નંબર વન ‘જેવલીન થ્રોઅર’
નીરજ ચોપરાએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો:બન્યો દુનિયાનો નંબર વન ‘જેવલીન થ્રોઅર’
સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ઈતિહાસ રચ્યો છે. તેમણે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ પહેલો થ્રો જરુર ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોમાં તેમણે 88.17 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો. આખી મેચમાં આનાથી આગળ કોઈ એથ્લેટ ભાલો ફેંકી શક્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ટ્રેક એન્ડ ફિલ્ડ કેટેગરીમાં ભારત માટે આ પહેલો ગોલ્ડ છે. નીરજ ચોપરા આ કેટેગરીમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. આ પહેલા અંજુ બોબી જ્યોર્જે 2003માં લોન્ગ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે નીરજ ચોપરાએ 2022ની ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિક 2024 માટે પણ ક્વોલિફાય કરી ચૂક્યા છે. પેરિસ ઓલિમ્પિક આવતા વર્ષે 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રમાશે. જેવલિન થ્રોની ફાઈનલમાં નીરજ ચોપરા ઉપરાંત ભારતના ડીપી મનુ અને કિશોર જેના પણ મેડલ માટે ઉતર્યા હતા. પકંતુ કિશોર જેના પાંચમા અને ડીપી મનુ છઠ્ઠા સ્થાને રહ્યા હતા. આ પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપ 2023માં અમેરિકામાં યોજાઈ હતી, જેમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો અને તેઓ આ વખતે અહીં ગોલ્ડના દાવેદારોમાંથી એક હતા. તેમણે દમદાર પ્રદર્શન કર્યું અને આ વખતે ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે નીરજ ચોપરાએ ઓલિમ્પિક અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બંનેમાં ગોલ્ડ જીતનાર ભારતીય દિગ્ગજ શૂટર અભિનવ બિન્દ્રાના ઐતિહાસિક રેકોર્ડની બરાબરી કરી છે.

Read About Weather here

બીજા નંબર પર પાકિસ્તાનના અરશદ નદીમ
આ ચેમ્પિયનશિપ હંગરીના બુડાપેસ્ટ યોજાઈ હતી. મેન્સ જેવલિન થ્રો ઈવેન્ટની ફાઈનલ મેચ રવિવારે (27 ઓગસ્ટ) રમાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાનના અરશદ નદીમ બીજા નંબર પર રહ્યા. તેમણે ત્રીજા થ્રોમાં બ્રેસ્ટ થ્રો કર્યો હતો. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here