નારણપુરા પોલીસ સ્ટેશનમાં જનતા નો ઘેરાવો

અમદાવાદ શહેરમાં નારણપુરા પોલીસ મથકની હદમાં બપોરના મજૂરનું મોત થયું હતું. ત્યારે મજૂરનાં મોત બાદ મોડી સાંજે ૪૦૦ થી વધુ માણસોના ટોળાએ પોલીસ મથકે પહોચી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. નારણપુરા પોલીસ મથકે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડતાં આસપાસના તમામ પોલીસ મથકમાથી ૨૦ થી વધુ પોલીસની ગાડીઓ નારણપુરા પોલીસ મથકે પહોચી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ મથકે પહોચ્યા હોવાનું જાણવા મળી રહૃાું છે. મળતી માહીતી મુજબ નારણપુરા પોલીસ મથકની હદમાં બપોરે મજૂરનું મોત થયું હતું. જે બાબતે મોડી સાંજે નારણપુરા પોલીસ મથકે ૪૦૦ થી વધુ લોકોનું ટોળું ઉમટી પડતાં મામલો તંગ બની જવા પામ્યો હતો.

ત્યારે પોલીસ મથકે ટોળું પહોચ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો નારણપુરા પોલીસ મથકે પહોચ્યો હતો. ત્યારે ટોળામાં હાજર રહેલ લોકો દ્વારા પોલીસ પર આક્ષેપ કર્યો હોવાનું પણ જાણવા મળી રહૃાું છે. ત્યારે ૪૦૦ થી વધુ માણસોનું ટોળું નારણપુરા પોલીસ મથકે આવી પહોચતા આસપાસના પોલીસમાથી મોટી સંખ્યામાં પોલીસ કાફલો નારણપુરા પોલીસ મથકે ખડીકી દેવામાં આવ્યો હતો.મોડી સાંજે નારણપુરા પોલીસ મથકે ૪૦૦ થી વધુ માણસોનું ટોળું આવી પહોચતા ઉચ્ચ અધિકારીઓએ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ નારણપુરા પોલીસ મથકે પહોચી મામલો શાંત કરવાના પ્રયત્નો હાથ ધર્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહૃાું છે.