નાઇટ કફર્યુ યથાવત : રાજયમાં 6 કલાક ધંધા-રોજગારની છુટ

રાજયમાં 6 કલાક ધંધા-રોજગારની છુટ
રાજયમાં 6 કલાક ધંધા-રોજગારની છુટ

36 શહેરોમાં નિયંત્રણોને હળવા કરતી રાજય સરકાર, વ્યપારીઓ રાજીના રેડ, સવારે 9 થી બપોરના 3 સુધી દુકાનો, કારખાના, ઉદ્યોગો ખુલ્લા રહેશે

સ્પા, જીમ, સિનેમા, મોલ અને કોર્મ્સીયલ કોમ્પ્લેક્ષ બંધ રહેશે

7 મહાનગરો સહિતના 36 શહેરોમાં કોરોના પ્રેરીત નિયંત્રણોમાં રાજય સરકારે થોડી છુટ છાટો જાહેર કરી છે અને દિવસ દરમ્યાન 6 કલાક માટે ધંધા-રોજગારને છુટ આપવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત સરકારે સવારે 9 થી બપોરના 3 સુધી દુકાનો, લારી-ગલ્લા, કારખાના, ઉદ્યોગો અને બાંધકામ સાઇટ ચાલુ રાખવાની છુટ આપતું જાહેરનામું બહાર પાડયું છે એ ઉપરાંત અન્ય નિયંત્રણો અને નાઇટ કફર્યુ 28મી મે સુધી લંબાવવાની સરકારે જાહેરાત કરી છે. રાજય સરકારે વેપાર અને ધંધાની મંજુરી આપતા તમામ વેપારી મંડળો અને એસોસિએશનોએ સરકારને નિર્ણયને આવકાર આપ્યો છે અને વેપારી આલંબમાં ખુશાલીનું વાતાવરણ પ્રસરી ગયું છે.

Subscribe Saurashtra Kranti here

રાજય સરકારના નવા જાહેરનામાં અનુસાર રાજયમાં કોરોનાના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે એ કારણે નિયંત્રણો અંગે ગઇકાલે સમીક્ષા કરવામાં આવી હતી.

એ મુજબ રાજકોટ, અમદાવાદ સહિતના 36 શહેરોમાં રાતના 8 થી સવારના 6 સુધીનો કફર્યુ યથાવત રાખવામાં આવ્યો છે. નવું જાહેરનામું 27મી મેની વહેલી સવાર સુધી અમલમાં રહેશે. તદ્ઉપરાંત બીજી અન્ય કેટલીક રાહતો જારી કરવામાં આવી છે. તમામ દુકાનો, વાણીજય સંસ્થાઓ, લારી-ગલ્લા, ફળ અને શાકભાજી દુકાનો, માર્કેટીંગ યાર્ડ, બ્યુટી પાલર્ર અને હેર કટીંગ સલુન માટે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી ધંધા-રોજગાર કરવાની છુટ આપવામાં આવી છે.

Read About Weather here

તમામ રેસ્ટોરન્ટ સવારે 9 થી રાતના 8 સુધી ટેકઅવે અને હોમડીલેવરીની સુવિધા ચાલુ રાખી શકશે.
અઢવાડીક ગુજરી બજાર, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ કલાસ (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા હોલ, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોર્ટર પાર્ક, જાહેર બાગ-બગીચા, જીમ, સ્પા, સ્વીમીંગ પુલ અને મનોરંજક સ્થળો બંધ રહેશે. તમામ સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ, બોર્ડ નીગમોની કચેરીઓ, બેંકો, શેર બજારો, વિમા કંપનીઓની કચેરીઓમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામ કરવાનું રહેશે. એ જ રીતે તમામ રાજકીય, સામાજીક, ધાર્મીક, સાંસ્કૃતિક મેળાવડા સદંતર બંધ રહેશે. તમામ ધર્મ સ્થાનો પણ બંધ રહેશે. જાહેર બસ પરિવહન વ્યવસ્થા 50 ટકા ઉતારૂની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here