નવેમ્બર માસના મળવાપાત્ર રાશન જથ્થાના વિતરણનો રાજ્યભરમાં પ્રારંભ:કુંવરજીભાઈ બાવળીયા

નવેમ્બર માસના મળવાપાત્ર રાશન જથ્થાના વિતરણનો રાજ્યભરમાં પ્રારંભ:કુંવરજીભાઈ બાવળીયા
નવેમ્બર માસના મળવાપાત્ર રાશન જથ્થાના વિતરણનો રાજ્યભરમાં પ્રારંભ:કુંવરજીભાઈ બાવળીયા
રાજ્ય સરકાર દ્વારા વાજબી ભાવના દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં મિનિમમ કમિશન પેટે રૂ. ૩.૫૩ કરોડથી વધુની રકમ ચૂકવાઇ . મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં NFSA કુટુંબોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં સસ્તા દરે અનાજ, ખાદ્યતેલ, ખાંડ, ચણા અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાના વિતરણનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં દિવાળીના તહેવારોમાં જરૂરીયાત મંદોને પૂરતા પ્રમાણમાં સસ્તા દરે અનાજ સહિતની ખાદ્ય વસ્તુઓ મળી રહે તે માટે ઓક્ટોબર-૨૦૨૩માં રાજ્યના ૭૨.૫૧ લાખ NFSA કુટુંબોને એટલે કે અનાજનું ૯૫ ટકા વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.આ સિવાય ઓક્ટોબર માસમાં બાકી રહી ગયેલા કાર્ડ ધારકોને નવેમ્બર માસમાં અનાજ આપવામાં આવશે. આ ઉપરાંત આગામી તહેવારો નિમિત્તે નવેમ્બર-૨૦૨૩નો મળવાપાત્ર જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે જેની વિતરણ વ્યવસ્થાનો પણ રાબેતા મુજબ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, જેનો લાભાર્થી કુટુંબોએ મહત્તમ લાભ લેવા પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અનુરોધ કર્યો છે.

પુરવઠા મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને સરકાર દ્વારા આગોતરું આયોજન કરી “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩’ હેઠળના રેશનકાર્ડધારકોને રાહત દરે કાર્ડદીઠ ૧ લિટર સીંગતેલ તથા અંત્યોદય અને બીપીએલ રેશનકાર્ડધારકોને કાર્ડદીઠ વધારાની ૧ કિ.ગ્રા. ખાંડનું ઓક્ટોબર-૨૦૨૩માં વિતરણ કરાયું છે. ઓક્ટોબર માસમાં ૭૩,૦૦૦ મે.ટન ઘઉં, ૧.૦૫ લાખ મે.ટન ચોખા, ખાદ્યતેલ-સીંગતેલના એક લીટરના ૬૭ લાખ પાઉચ, ૮,૫૦૦ મે.ટન ખાંડ, ૫,૦૦૦ મે.ટન ચણા અને ૩,૩૦૦ મે.ટન ડબલફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ, કોઈ કાર્ડધારક દિવાળીના તહેવારમાં રાજ્ય સરકારની સસ્તા અનાજની યોજનાથી બાકાત રહે નહી તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

Read National News : Click Here

પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે ગત સપ્ટેમ્બર-૨૦૨૩માં સસ્તા અનાજના દુકાનદાર એસોસિયનના હોદેદારો સાથે થયેલી બેઠકમાં નક્કી થયા મુજબ ગત સપ્ટેમ્બર ૨૦૨૩ના માસનું તમામ જિલ્લાના વાજબી ભાવના દુકાનદારોને મિનિમમ કમિશન રૂ.૨૦,૦૦૦ પેટે રૂ.૩.૫૩ કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ સિવાય પણ પ્રજાના હિતમાં સસ્તા અનાજના દુકાનદારોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here