નવા વર્ષના પ્રથમ દિવસે જ રાંધણ ગેસની કિંમતમાં ૧૭ રૂપિયાનો વધારો

ઓઇલ માર્કેિંટગ કંપનીઓએ નવા વર્ષના પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કંપનીઓએ ડિસેમ્બર મહિનામાં રાંધણ ગેસ એટલે કે એલપીજી સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો કરી ૧૦૦ રૂપિયા ભાવ વધી ગયો છે. સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૪૪ રૂપિયાથી વધીને ૬૯૪ રૂપિયા થઈ ગયો છે. જોકે, સબ્સિડી વગરના ૧૪.૨ કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો નહોતો કરવામાં આવ્યો. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે.

છેલ્લા એક મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ૯૧ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ગ્રાહકોને ૧૨૯૦ રૂપિયામાં મળી રહૃાો હતો. જે એક ડિસેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ ૯૧ રૂપિયા વધી ગયો અને સિલિન્ડરના ભાવ ૧૩૮૧.૫૦ રૂપિયા થઈ ગયો.

રાજધાની દિૃલ્હીમાં ૧૯ કિલોગ્રામવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૧૭ રૂપિયા સુધી વધારો કરવામાં આવ્યો. ભાવ વધવાથી ૧,૩૩૨ રૂપિયાવાળો સિલિન્ડર ૧,૩૪૯ રૂપિયા થઈ ગયો . બીજી તરફ કોલકાતામાં ૧૯ કિલો ગ્રામવાળા એલપીજી રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત ૧,૩૮૭.૫૦ રૂપિયાથી વધારીને ૧,૪૧૦ રૂપિયા પર આવી ગઈ છે. અહીં કિંમતોમાં ૨૨.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે.

મુંબઈ એન ચેન્નઈની વાત કરીએ તો ૧,૨૯૭.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર અને ૧,૪૬૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર પર પહોંચી ગયો છે. આ બંને મહાનગરોમાં ૧૭ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધારવાની સાથે જ સબ્સિડીને પણ બંધ કરી દીધી છે. સરકાર તરફથી પહેલા ગેસ સિલિન્ડર લેવા પર સબ્સિડી પણ આપવામાં આવતી હતી પરંતુ ગત અનેક મહિનાથી સબ્સિડી પણ બંધ કરી દીધી છે. તેનાથી લોકોને બેવડો મોંઘવારીનો માર વાગ્યો છે.