દ્વારકાથી દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતમાં ઘવાયેલ માંગરોળની દિવ્યા પરમારનું સારવારમાં મોત

દ્વારકાથી દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતમાં ઘવાયેલ માંગરોળની દિવ્યા પરમારનું સારવારમાં મોત
દ્વારકાથી દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતમાં ઘવાયેલ માંગરોળની દિવ્યા પરમારનું સારવારમાં મોત
દ્વારકાથી દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતમાં ઘવાયેલ માંગરોળના દિવાસા ગામની મૂળ વતની દિવ્યા મુકેશભાઈ પરમાર (ઉ.વ.22)નું સારવારમાં મોત થયું હતું. કલ્યાણપુર પાસે ભાટિયા બાયપાસ નજીક બસ, ઇકો અને કારના ટ્રિપલ એક્સિડેન્ટમાં ઘટના સ્થળે જ એકનું મોત થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here


આ અંગે મળતી વિગત મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસથી સારવારમાં રહેલ દિવ્યા પરમારનું ગત સાથે 5.30 વાગ્યા આસપાસ મોત થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે પરિવારજનોએ જણાવ્યા મુજબ, દિવ્યના માતા-પિતા સહિતનો પરિવાર માંગરોળ તાલુકાના દિવાસા ગામે રહે છે. જ્યારે દિવ્યા દાદી અને કાકાના પરિવાર સાથે રાજકોટ નજીક આવેલા શાપરમાં રહેતી હતી. તેણી પીપલાણાં જીઆઈડીસીમાં આવેલી ટોપક્રેન કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. તેમની કંપનીના સહકર્મચારીઓ સાથે તે દ્વારકા ગઈ હતી. દ્વારકાધીશના દર્શન કરી પરત કારમાં આવી રહ્યા હતા ત્યારે કલ્યાણપુર પાસે ભાટિયા બાયપાસ ખાતે એસટી બસ, ઇકો કાર અને દિવ્યા જેમાં સવાર હતી તે બલેનો કાર એમ ત્રણ વાહનો અથડાયા હતા.

Read National News : Click Here

ટ્રિપલ અકસ્માતમાં ઘટના સ્થળે જ ઇકો કાર ચાલકનું મોત થયું હતું. દિવ્યા અને તેની સાથે બલેનો કારમાં બેઠેલા લોકોને ઇજા થઇ હતી. દિવ્યાને માથાના ભાગે ઇજા હોય, તત્કાલ જામનગરની દ્વારકેશ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે પછી વધુ સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં અને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. તેમ છતાં દિવ્યની તબિયતમાં કોઈ સુધાર આવ્યો નહોતો. તેને મગજના ભાગે ગંભીર ઇજા હતી. જેથી ઓમેગા હોસ્પિટલમાં મગજનું ઓપરેશન કરાયું હતું. અંતે તેને બ્રેન ડેડ જાહેર કરાઈ હતી. જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા અહીં બે દિવસની સારવાર બાદ દિવ્યાએ દમ તોડી દીધો હતો.પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતકના પિતા મજૂરી કામ કરે છે. દિવ્યા બે બહેન, એક ભાઈમાં સૌથી મોટી હતી. અપરણિત હતી. તેના અકાળે મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here