દેશમાં એક માત્ર રાજકોટ શહેરની ‘પાર્ટનર સિટી’ તરીકે પસંદગી

દેશમાં એક માત્ર રાજકોટ શહેરની ‘પાર્ટનર સિટી’ તરીકે પસંદગી
દેશમાં એક માત્ર રાજકોટ શહેરની ‘પાર્ટનર સિટી’ તરીકે પસંદગી
બદલી રહેલા પર્યાવરણ અને આબોહવા સંબંધી વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે એક ઇન્ટરનેશનલ ઈનિશિએટિવ એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટમાં યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (ઞજઅઈંઉ) દ્વારા એશિયાના ચાર શહેરોનો સમાવેશ થઇ રહ્યો છે જે પૈકી ભારતના એકમાત્ર રાજકોટ શહેરને પાર્ટનર સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ પ્રોજેકટ અનુસંધાને તા.4-8 અને તા.5-8 ના રોજ રાજકોટમાં રીજન્સી લગુન રિસોર્ટ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં જુતયિંળ ઝવશક્ષસશક્ષલ આાજ્ઞિફભવ ના માધ્યમથી આવનારા પાંચ વર્ષ માટેનું આયોજન કરવામાં આવશે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.આ વર્કશોપમાં રાજકોટ મહાનગરપાલિકા, પ્રાઇવેટ સેક્ટર, સામાજિક સંસ્થા, વિવિધ સરકારી સંસ્થાઓ, આરોગ્ય એક્ષપર્ટ વિગેરે જોડાશે. આ વર્કશોપ તા.4-8 ના રોજ સમય સવારે 10 થી સાંજના 5 કલાક સુધી અને તા.5-8 ના રોજ સમય સવારે 10 થી બપોરના 2 કલાક સુધી રહેશે.આ વર્કશોપમાં મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ પણ જોડાશે.આ પ્રોજેક્ટ માટે આગામી પાંચ વર્ષના સમયગાળા માટેના એક કરાર પર રાજકોટ મહાનગરપાલિકા અને ઞજઅઈંઉ દ્વારા હસ્તાક્ષર પણ કરવામાં આવેલ છે જે ગૌરવની વાત છે. ઞજઅઈંઉ દ્વારા નિષ્ણાંતો સહિતનું માનવ સંસાધન ભંડોળ પૂરું પાડવામાં આવેલ.

આ પ્રોજેક્ટના લાભો લોકોને મળી શકે તેમજ પર્યાવરણ બદલાવના પડકારનો પ્રતિકાર કરવાની ક્ષમતામાં વૃદ્ધિ, વાતાવરણમાં થતા કાર્બન ઉત્સર્જનમાં ક્રમશ: ઘટાડો કરવા, અને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય વિચારણાઓને શહેરી અભિગમમાં એકીકૃત કરવાની બાબતોને પણ પ્રોત્સાહન મળી રહેશે.રાજકોટ ગુજરાત રાજ્યનું ચોથું સૌથી મોટું શહેર છે, અને તે રાજ્યના મુખ્ય વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્રોમાંનું એક છે. રાજકોટ ભારતના પશ્ર્ચિમ કિનારે આવેલું છે, અને તેની વસતિ લગભગ 2 મિલિયન (20 લાખ) જેટલી  છે. રાજકોટ ભારતના સ્માર્ટ સિટી મિશનનો એક ભાગ છે અને તેને સ્વચ્છ ભારત મિશન (સ્વચ્છ ભારત અભિયાન) હેઠળ ભારતનું 7મું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે.

Read About Weather here

તાજેતરના વર્ષોમાં રાજકોટમાં ઉનાળામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું હોવા સાથે શહેરમાં ગરમીના મોજા (હીટ વેવ) અને તેની તીવ્રતામાં ક્રમશ: વધારો થયો છે. અછઈ (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, અન્ય સરકારી વિભાગો, શિક્ષણવિદોઅને રહેવાસીઓ વગેરે સાથે ગાઢ ભાગીદારીમાં સાથે મળીને, આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરી રહેવા યોગ્ય વાતાવરણને ટકાવી રાખતી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરશે. શહેર સાથેની તેની ભાગીદારી દરમિયાન, અછઈ (એશિયા રેઝિલિયન્ટ સિટીઝ) વિવિધ પ્રકારના કામ કરશે અને ટકાઉ શહેરી વિકાસ માટે સિસ્ટમ અભિગમને ટેકો આપવા માટેના સાધનો અને લોકોને તેમાં સામેલ કરવાનું આયોજન છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here