દેશની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવાની બાબતને ભાર આપવો જોઈએ:નીલાંબરી દવે

દેશની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવાની બાબતને ભાર આપવો જોઈએ:નીલાંબરી દવે
દેશની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવાની બાબતને ભાર આપવો જોઈએ:નીલાંબરી દવેદેશની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવાની બાબતને ભાર આપવો જોઈએ:નીલાંબરી દવે
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા “West Zone Vice Chancellor’ Conference on Implementation of National Education Policy-2020” વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે કોન્ફરન્સનું ઉદઘાટન થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનજી તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, યુ.જી.સી. ચેરમેન પ્રોફે. એમ. જગદેશકુમાર તથા AICTEના ચેરમેન પ્રોફે. ટી.જી. સીથારામની ખાસ ઉપસ્થિતિ રહી હતી.સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા ખાતે ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્વારા વેસ્ટ ઝોન વાઇસ ચાન્સેલર કોન્ફરન્સ યોજાઈકોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ વેસ્ટ ઝોન વાઈસ ચાન્સેલર્સ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો જેમાં તેઓએ જણાવ્યા હતું કે, દરેક વિદ્યાર્થીઓનું એકેડેમિક બનાવવામાં આવે એવું સજેશન કરવામાં આવેલ હતું. જેમાં વિદ્યાર્થી કેજી અભ્યાસક્રમમાં દાખલ થાય ત્યારથી પીજી અભ્યાસક્રમ સુધી એકજ એકેડેમિક યૂઆઇડી બનાવવામાં આવે.કોન્ફરન્સમાં મહત્વની બાબત એ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ આપવાની બાબતને ભાર આપવો જોઈએ એવું સૂચન કરવામાં આવેલ હતું.સ્કિલ આધારિત શિક્ષણ હોવું જોઈએ… વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને અને રોજગાર મેળવે એ પ્રકારના ફેરફારો અભ્યાસક્રમમાં કરવા જોઈએ.

Read National News : Click Here

વિશ્વની જરુરીયાતોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમો ડિઝાઈન કરવા.ભારત વિશ્વગુરુ બને એ દિશામાં શિક્ષણ થકી વધુમાં વધુ કાર્ય કરવું જોઈએ.શિક્ષણમાં ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરી વધુમાં વધુ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે એ પ્રકારના કાર્ય કરવા.આ કોન્ફરન્સમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિશ્રીના નામ સાથે જોડાયેલા ડો. એ.પી.જે. કલામ ફાઉન્ડેશન દ્વારા ટેકનોલોજીના માધ્યમથી ડો. એ.પી.જે. અબ્દુલ કલામજીનો ’અવતાર’ બનાવી સ્પીચ બતાવવામાં આવી હતી.

-:: કુલપતિ નીલાંબરી દવે દ્વારા કરાયેલા અન્ય સૂચનો::-

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપેલ વિચાર અનુસાર વિકસીત અને વિકાસશીલ દેશોએ આપણાથી પાછળ રહેલા દેશોને આગળ લાવવા જવાબદારી લેવી જોઈએ.ભારત એ વિશ્વમાં હાલ પાંચમા નંબરની ઈકોનોમી છે એમાંથી ત્રીજા નંબરની ઈકોનોમી બને એ દિશામાં કાર્યો કરવા.યુનિવર્સિટીઓ અને કોલેજોમાં લોકભાગીધારી વધે એવા પ્રયત્ન કરવા જોઈએ.

મલ્ટી ડીસીપ્લીનરી અભ્યાસક્રમો અને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડીટસનો સારી રીતે અમલ થાય એ સુનિશ્ચિત કરવું જોઈએ.ઈન્ડસ્ટ્રીઝની જરુરીયાતોને ધ્યાનમાં રાખીને નવા અભ્યાસક્રમો ઘડવા જોઈએ, જેથી ઈન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણીક સંસ્થાઓ વચ્ચેનો ગેપ દુર કરી શકાય.જે સંસ્થાઓ રાષ્ટ્રીય શિક્ષા નિતિ-2020 ની અમલવારી માટે નોંધનીય તથા નવા દિશામાં પ્રયત્ન કરતી હોય, તો મિડીયા દ્વારા એ પ્રકાશિત કરવામાં આવે તો આવી પ્રવૃતિઓને વેગ મળે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here