દેશની અગ્રીમ દૂધની ડેરી દ્વારા ભાવવધારાથી ભારે ઉહાપોહ…!

દૂધ-દહીં સહિત અનેક ચીજવસ્‍તુઓ મોંઘી થશે…!
દૂધ-દહીં સહિત અનેક ચીજવસ્‍તુઓ મોંઘી થશે…!

દૂધનાં લીટર દીઠ ભાવવધારી દેતી અમુલ, પરાગ, વેરકા ડેરી

ગૃહિણીઓનાં રસોડાનાં બજેટ પર નવો બોજો આવતા ભારે વિરોધ

દેશની અગ્રણી ડેરી કંપનીઓ દ્વારા દૂધનાં ભાવમાં ઉપરા ઉપર એકસાથે વધારો કરવામાં આવતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે.

દેશની જાણીતી ડેરી કંપની અમુલ, પરાગ અને વેરકા ડેરી દ્વારા દૂધનાં ભાવમાં પ્રતિ લીટર રૂ.2 નો વધારો ઝીંકી દેવાયો છે. પરિણામે પરિવારોનાં રસોડાનાં બજેટ પર નવો બોજો આવતા ચારેતરફથી વિરોધનાં પોકારો ઉઠી ગયા છે.

અમુલ મિલ્ક અને અન્ય પ્રોડક્ટનું માર્કેટિંગ કરતા ફેડરેશનનાં મુખ્ય અધિકારી જયેન મહેતાએ એવું કારણ આપ્યું છે કે, વિજદરમાં વધારો, પેકેજીંગનો વધુ ખર્ચ તેમજ દુધાળા ઢોરનાં નીરણ તથા ખોરાકનાં ભાવ વધી ગયા હોવાથી ડેરીઓને ભાવ વધારવાની ફરજ પડી છે. કેમકે ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. તે કારણે આકરો ભાવવધારો કરવો પડ્યો છે.

છેલ્લા બે વર્ષથી બિસ્કીટ, ઠંડાપીણા, ડીટરજન્ટ પાવડર સહિતની તમામ ચીજ- વસ્તુઓનાં ભાવોમાં એકધારો વધારો થઇ રહ્યો છે. અધુરામાં પૂરું દૂધનો ભાવવધારો આવી પડતા લાખો પરિવારોનાં બજેટ ખોરવાઈ જવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

અમુલ કંપનીએ 2020 માં દૂધનાં ભાવ વધાર્યા ન હતા. એ પછી પહેલીવાર 2021 માં અમુલે લીટર દીઠ રૂ. 2 નો ભાવવધારો જાહેર કર્યો હતો. હવે ફરી રૂ. 2 વધારી દેવાયા છે. જેનાથી એમઆરપીમાં 4 ટકા જેવો વધારો થવાની શક્યતા છે. પરાગ ડેરીએ છેલ્લા ત્રણ વર્ષ બાદ પહેલીવાર દૂધ અને દૂધની પ્રોડક્ટમાં ભાવવધારો જાહેર કર્યો છે. ખરીદી પર અપાતા તમામ ડિસ્કાઉન્ટ પણ કંપનીએ બંધ કર્યા છે.

સતાવાર આંકડા મુજબ ભારતીયો દર વર્ષે અંદાજે 8 કરોડ 30 લાખ ટન દૂધ ગટગટાવી જાય છે. દેશમાં સૌથી વધુ વપરાશ ધરાવતા ખાદ્યચીજોની યાદીમાં દૂધ સર્વોચ્ચ સ્થાને છે.

નવા ભાવવધારા બાદ અમુલ ગોલ્ડ દૂધની થેલીનો ભાવ રૂ.60, અમુલ તાઝાનો ભાવ રૂ.48 અને અમુલ શક્તિનો ભાવ રૂ.54 થઇ ગયો છે. ગોવર્ધન ગોલ્ડ મિલ્કની થેલીનો ભાવ રૂ.50 અને ગોવર્ધન ફ્રેશની લીટર દીઠ થેલીનો ભાવ રૂ.૪૮ થયો છે.

અન્ય કંપની મધર ડેરીએ કોઈ ભાવવધારો કર્યો નથી. દેશનાં અગ્રીમ વેપારી સંગઠનનાં સુત્રો કહે છે કે, દૂધમાં વિશ્વવ્યાપી ભાવવધારો 34 ટકા જેવો રહ્યો છે. દર વર્ષે વિશ્વસ્તરે ભાવમાં વધારો થાય છે. માસિક વધારો 8 ટકા જેટલો રહ્યો છે.

Read About Weather here

આશ્ચર્યની વાત એ છે કે, દિલ્હી જેવા મહાનગરોમાં દૂધનાં પ્રમાણમાં દારૂ વધુ સસ્તો થઇ ગયો છે..!! હવે સામાન્ય જનની સવારની ચા પણ વધુ કડવી થઇ જવાનો ડર છે.(૨.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here