ડ્રાયફ્રુટ કરતા મોંઘા થયા ફાફડા જલેબી:આજે વહેલી સવારથી જ લોકો દુકાનોમાં ઉમટી પડ્યા

ડ્રાયફ્રુટ કરતા મોંઘા થયા ફાફડા જલેબી:આજે વહેલી સવારથી જ લોકો દુકાનોમાં ઉમટી પડ્યા
ડ્રાયફ્રુટ કરતા મોંઘા થયા ફાફડા જલેબી:આજે વહેલી સવારથી જ લોકો દુકાનોમાં ઉમટી પડ્યા
આજે વિજયા દશમી પર્વ પર વહેલી સવારથી જ લોકો ફાફડા અને જલેબી ખરીદવા દુકાનોમાં ઉમટી પડ્યા છે. એવામાં આજે રાજ્યમાં ફાફડા-જલેબી ડ્રાયફ્રુટ કરતા પણ મોંઘા વહેંચાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

નવલાં નોરતાં પૂરા થયા બાદ દશેરાની વહેલી સવાર દરેક ગુજરાતીઓ માટે ખૂબ ખાસ હોય છે. આજે દશેરાની જાહેર રજા એવામાં ઓફિસ પર જવાની ઝંઝટ કે બાળકોને શાળાએ લેવા-મુકવા જવાના ટેન્શનમાંથી મુક્ત થઈને ગુજરાતીઓ મન મૂકીને ફાફડા-જલેબી આરોગશે. પણ આ ફાફડા અને જલેબીનો સ્વાદ અમદાવાદવાસીઓ મોંઘો પડી રહેવાનો છે. ડ્રાયફ્રુટ કરતા ફાફડા જલેબી મોંઘા થયા આજે વિજયાદશમી પર્વ પર આ વખતે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સામાન્ય રીતે દશેરાના દિવસે કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી અમદાવાદવાસીઓ આરોગી જાય છે, પણ આ વખતે ખાદ્ય તેલ, બેસનના ભાવ સહિત વિવિધ કારણોના લીધે ભાવ આસમાને પંહોચ્યાં છે.

હા, એવું પણ કહી શકાય કે આજે ડ્રાયફ્રુટ કરતા પણ ફાફડા જલેબી મોંઘા થઈ ગયા છે. ફાફડા-જલેબીની કિંમત 900થી લઇને 1400 રૂપિયા સુધી પંહોચી આજના દિવસે અમદાવાદમાં 1 હજારથી વધુ દુકાનો-સ્ટોલમાં ફાફડા-જલેબીનું વેચાણ થઈ રહ્યું છે. એવામાં જો તમે પણ આજે ફાફડા-જલેબી ખાવાનું વિચારી રહ્યા છો તો બજારમાં ખરીદવા જાવ એ સમયે ખીસ્સું ભરેલ રાખજો. કારણ કે લગભગ દરેક દુકાનો કે સ્ટોલમાં ફાફડા-જલેબીનો ભાવ પ્રતિ કિલોએ 900થી લઇને 1400 રૂપિયા સુધી પંહોચી ગયો છે. 

Read National News : Click Here

દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણે છે અમદાવાદીઓ 

હવે જો આપણે ફાફડાના ભાવની વાત કરીએ પ્રતિ કિલોએ 900 રૂપિયા સુધી ભાવ પંહોચ્યો છે અને શુદ્ધ ઘીની જલેબીના ભાવ 1400 રૂપિયાથી પણ વધુ છે. એમ છતાં અમદાવાદના લોકો દશેરાના દિવસે ફાફડા-જલેબીની જયાફત માણતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત વેપારીઓનું માનવું છે કે આજના દિવસે માત્ર અમદાવાદમાં જ 7 થી 10 લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here