ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ) મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી સરલાબેન પાટડીયાની એક સંયુક્ત યાદી જણાવે છે રાજકોટ શહેરએ મેગાસિટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. સૌરાષ્ટ્રનું પાટનગર સમાન રાજકોટ શૈક્ષણિક હબ બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

જે પગલે વહનોની વધતી જતી સંખ્યાને પગલે ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની છે. જે સ્થળે પ્રજાના કરોડો રૂપિયા વેડફાયા છતાં બ્રિજ નિર્માણ પછી કાલાવડ રોડ અને ગોંડલ રોડ, માધાપર ચોકડી, સહિતના મુખ્ય માર્ગો પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. ટ્રાફિક સિગ્નલ ઉપર ટાઈમરો બંધ હોવાથી લોકોના ઈંધણમાં બરબાદી થાય છે. જે ટ્રાફિક સિગ્નલ પર ટાઇમર બંધ હોય તે જગ્યાએ સત્વરે ટાઇમર શરૂ કરાવે. શહેરમાં પાર્કિંગ ઝોનના સફેદ પટ્ટા ન હોય છતાં વાહનો પોલીસ ડીટેઇન કરી અને દંડ પોલીસ આમ પ્રજા પાસેથી વસુલે છે. આ અંગે લોક સંસદ વિચાર મંચ દ્વારા રાજકોટ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને પણ લેખિત તાકીદ કરી છે. શહેરનું પોલીસ તંત્ર ટ્રાફિક નિયમનમાં સારી રીતે કામગીરી કરે છે પરંતુ પોલીસ બેરીકેડ મારી મનફાવે ત્યાં મન પડે તે રીતે રસ્તા બંધ કરવાનું બંધ કરે કારણ કે રસ્તા બંધ કરવાથી પ્રદૂષણમાં વધારો થાય છે લોકોને વધુ ચક્કર મારવા પડે છે નાણા અને સમયની પણ બરબાદી થાય છે. દરેક ચોકમાં ચારથી પાંચ ટ્રાફિક ઓર્ડર અને ટ્રાફિક પોલીસ અને મહિલા પોલીસ ઉપલબ્ધ હોવા છતાં બેરીકેડ મારીને રસ્તા બંધ કરવાનું બંધ કરો.

Read About Weather here

શહેરમાં જે જગ્યાએ કરોડો રૂપિયાના બ્રિજ બનાવ્યા છે તે જ કાલાવડ રોડ, ગોંડલ રોડ, માધાપર ચોકડી, કેકેવી હોલ, રૈયા ચોકડી સહિતના બ્રિજ પાસેના રસ્તાઓ ઉપર અને બાજુમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે. ટ્રાફિક પોલીસ અને વોર્ડન આડેધડ રસ્તાઓ બંધ કરી સુવિધા વધારવાને બદલે દૂવીધા ઊભી કરે છે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. નવા અને જૂના બ્રિજ પાસે નીચે તરફ છ થી સાત રસ્તાઓ હોય પોલીસ, ટ્રાફિક વોર્ડન ચોકમાં ઊભા રહેવાને બદલે ખૂણામાં ઊભા રહે છે. જે પગલે ટ્રાફિક સમસ્યામાં અંધાધૂંધી અને અરાજકતા સર્જાતી હોય એવું જાણવા મળે છે.

શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લાખો રૂપિયાના ક્ધસલ્ટન્સીના નામે આંધણ કરવામાં આવે છે તેમ છતાં ટ્રાફિક સમસ્યા હલ થવાને બદલે ટ્રાફિક સમસ્યા ઊલટાની વિકરાળ બની રહી છે. રાજકોટ શહેરના અડધો ડઝનથી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ એસી ચેમ્બર છોડી ફિલ્ડમાં આવે અને વકરતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરે તેમ રાજકોટ શહેરની જનતાની માંગ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here