ટીમ સાથે સેટિંગ કર્યાની અફવા ફેલાવવા મુદ્દે ફૂટબોલના ખેલાડી ઉપર જીવલેણ હુમલો

સુરતમાં યુથ ફોર ગુજરાત ટુર્નામેન્ટની મેચનો વિવાદ

શહેરના રાંદેર સુલ્તાનીયા જીમખાના ગ્રાઉન્ડ પર ફુટબોલ ઓક્શન અંતર્ગત યુથ ફોર ગુજરાત નામની ટુર્નામેન્ટ મેચ રમાઈ હતી. જેમાં ટીમ સાથે સેટીંગ કર્યાની અફવા ફેલાવવાના મુદ્દે ફૂટબોલના ખેલાડી પર ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડતા મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જેથી પોલીસે આ મામેલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરાભાગળ સ્થિત અજય પટેલની હોસ્પિટલ સામે મેમણ નગરમાં રહેતો મંજુરઅલી લીયાક્તઅલી કુરેશ નવસારીની દીનશા દાબુ લો કોલેજમાં અભ્યાસ કરે છે. રાંદેર સુલ્તાનીયા જીમખાના ગ્રાઉન્ડ પર છેલ્લા કેટલાક દિવસથી ફુટબોલ ઓક્શનનું આયોજન કરી અલગ-અલગ ટીમ બનાવી યુથ ફોર ગુજરાત નામની ટુર્નામેન્ટ રમાય રહી છે.

ટુર્નામેન્ટમાં રમી રહેલી ટીમ પૈકી એક ટીમમાંથી મંજુરઅલી પણ રમી રહૃાો છે અને હરીફ ટીમ સાથે મંજુરઅલીએ સેટીંગ કર્યાની અફવા ફેલાય હતી. જેથી મંજુરઅલીએ અફવા ફેલાવનાર સદ્દામ ઉર્ફે ગલ્લા નામના યુવાનને અફવા અંગે પુછ્યું હતું. પરંતુ સદ્દામે અફવા ફેલાવ્યાનો ઇક્ધાર કર્યો હતો. અફવા મુદ્દે સદ્દામે તેના ભાઇ દાનીશ ઉર્ફે મીનુને જાણ કરતા તેણે મંજુરઅલી સાથે રાંદેર ટાઉનમાં નેમત નામની ચાની લારી પર બે દિવસ અગાઉ ઝઘડો કર્યો હતો.

દરમ્યાનમાં ગત રાત્રે મંજુરઅલી અને તેના મિત્ર અફઝલ શેખ સાથે મોટરસાઇકલ પર પાલનપુર પાટિયા જઇ રહૃાા હતા. ત્યારે રામનગર પાકીઝા સોસાયટીના નાકા પાસે અટકાવી દાનીશ અને તેના મિત્રએ કાલના ઝઘડા માટે શું કરવાનું છે એમ કહી ઝપાઝપી કરી ચપ્પુ વડે મંજુરઅલીના જમણા પગની જાંઘમાં ચપ્પુનો ઘઆ મારી ભાગી ગયા હતા. ઘટના અંગે મંજુરઅલીએ દાનીશ વિરૂધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.