જૂનાગઢના સક્કર બાગ ઝૂમાં સાવજની વસ્તી વધારવાના પ્રયાસોને સફળતા

જૂનાગઢના સક્કર બાગ ઝૂમાં સાવજની વસ્તી વધારવાના પ્રયાસોને સફળતા
જૂનાગઢના સક્કર બાગ ઝૂમાં સાવજની વસ્તી વધારવાના પ્રયાસોને સફળતા

વૈજ્ઞાનિક પધ્ધતી, પોષણ અને બ્રિડીનને કારણે 18 મહિનામાં 40 સિંહ બાળના જન્મનો વિક્રમ

ગુજરાતના સૌથી મોટા અને વનવિભાગ સંચાલીત એવા જૂનાગઢ ખાતેના સક્કર બાગ ઝૂમાં સિંહ બાળની કિરકારીઓમાં એકદમ વધારો થઇ ગયો છે.

Subscribe Saurashtra Kranti here

સફળ બ્રિડીંગ પ્રક્રિયા, વૈજ્ઞાનીક પધ્ધતી સાથે કરાવવામાં આવતું મેટીંગ અને પોષણની વ્યવસ્થાને કારણે છેલ્લા 18 મહિનામાં જ ઝૂમાં 40 સિંહબાળનો જન્મ થયો છે જે એક પ્રકારનો અનોખો વિક્રમ છે. કેમ કે, બંધીયાર સ્થિતિમાં આટલી સંખયામાં કદી સિંહ બાળનો જન્મ થતો નથી.વર્ષે સરેરાશ પાંચ થી સાત સિંહ બાળનો પાંજરામાં જન્મ થતો હોય છે.

Read About Weather here

પરંતુ વન ખાતાના પ્રયાસો અને વૈજ્ઞાનીક તરકીબોને કારણે 2020માં 26 સિંહ બાળનો જન્મ થયો છે જયારે આ વર્ષે માત્ર 6 મહિનાના ગાળા 14 સિંહ બાળનો જન્મ થયો છે. તેમ Zooના નિયામક અભિષેક કુમારે જણાવ્યું હતું. વર્ષો પછી આવો વિક્રમ સ્થપાયો છે.