લોકો જાગ્યા તો તંત્ર સુઇ ગયું : હજુ બે દિવસ રસીકરણ બંધ

લોકો જાગ્યા તો તંત્ર સુઇ ગયું : હજુ બે દિવસ રસીકરણ બંધ
લોકો જાગ્યા તો તંત્ર સુઇ ગયું : હજુ બે દિવસ રસીકરણ બંધ

ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો પાસે રસી છે, સરકાર પાસે નથી!

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવાની વાતો વચ્ચે રસીકરણના કાર્યની કામગીરી જ અટવાઇ પડી છે. રસીકરણ માટે લોકોમાં એકદમ જાગૃતિ આવી ગઇ  છે ત્યારે બીજી તરફ વહીવટી તંત્ર નિદ્રાધીન થઇ ગયું છે. બુધવારથી રાજયમાં રસીકરણ બંધ કરવામાં આવ્યું છે જેહજુ ચાલુ થઇ શકે તેમ નથી કેમ કે, રાજય સરકાર પાસે રસીનો સ્ટોક જ નથી. આજે ગુરૂવારે અને આવતીકાલે શુક્રવારે પણ રસીકરણ કામગીરી બંધ રહેશે. તેવું જાહેર કરવામાં આવ્યું છે.

Subscribe Saurashtra Kranti here

કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા મોટા ભાગના નાગરીકોને રસી મુકી દેવી જોઇએ એવી નિષ્ણાંતોની સલાહ પછી પણ રાજયમાં વેક્સિનેશન વેગવાન બનવાને બદલે ઉંધુ થયું છે અને સમગ્ર કાર્યક્રમમાં ગડબડી પેદા થઇ ગઇ છે અને અટકી પડયું છે.

વેક્સિનેશન બંધ રાખવા પાછળનું કારણ પણ સ્ટોકનીસ્થિતિ છે. રાજય સરકાર પાસે પુરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ છે જ નહીં એ કારણે હજુ બે દિવસ રાજયભરમાં વેક્સિનેશન બંધ રાખવું પડશે. સરકારની આ સ્થિતિ છે તો બીજી તરફ સુરતમાં ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશન ચાલી રહયું હોવાનું બહાર આવતા અચરજ ફેલાયું છે. સરકાર પાસે વેક્સિનનો સ્ટોક નથી તો ખાનગી હોસ્પિટલો પાસે કયાંથી આવ્યો એવા સવાલો લોકો પુછી રહયા છે.

Read About Weather here

એવું જાણવા મળ્યું છે કે, સુરતમાં 12 જેટલી ખાનગી હોસ્પિટલો પાસે રસીનો સ્ટોક પડયો છે અને રસીકરણ કરવામાં આવ્યું છે. પણ સરકારી તંત્ર પાસે સ્ટોક ખલાસ છે. લોકો હેરાન પરેશાન થઇ ઉઠયા છે. શું આવી રીતે કોરોનાની ત્રીજી લહેરનો સામનો થશે તેવા સવાલો દરેક વર્ગમાંથી પુછવામાં આવે છે. લોકો જાગ્યા છે તો તંત્ર પાણીમાં બેસી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here