જુનાગઢ લીલી પરિક્રમામાં અખાદ્ય ચીજ વસ્તુઓનો તંત્ર દ્વારા નાશ

જુનાગઢ લીલી પરિક્રમામાં અખાદ્ય ચીજ વસ્તુઓનો તંત્ર દ્વારા નાશ
જુનાગઢ લીલી પરિક્રમામાં અખાદ્ય ચીજ વસ્તુઓનો તંત્ર દ્વારા નાશ
જુનાગઢ લીલી પરિક્રમામાં અખાદ્ય જથ્થા પર તંત્રની નજર રખાઇ રહી છે . 19 જગ્યા પરથી અખાદ્ય ચીજ વસ્તુઓનો તંત્ર દ્વારા  નાશ કરાયો છે .પરિક્રમાર્થીઓના આરોગ્યની કાળજી માટે તંત્ર દ્વારા અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરાયો છે .

Visit Saurashtra Kranti Homepage here

પુરવઠા તંત્ર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તથા તલમાપ ખાતાની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે .૧૯ દુકાન -દૂધ કેન્દ્રો અને અન્ન ક્ષેત્રની તપાસમાંથી મળી આવેલ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો . બાફેલ બટાકા, ખાધ્ય કલરના પેકેટ્સ, ખરાબ થયેલ શાકભાજી તથા દાઝેલા તેલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો . ગિરનારની લીલી પરિક્રમા શરૂ થાય તે પહેલા જ જંગલના માર્ગે વહીવટી તંત્ર દ્વારા આરોગ્યની સેવા ભાવિકો માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા અગાઉથી જ કરાયેલા આયોજન મુજબ આજે મેડિકલ સેવાઓનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ દ્વારા નાકોડામાં ફિઝિશિયન તબીબ સાથે ઓક્સિજન સહિત શભી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

Read National News : Click Here

ઇમર્જન્સીમાં અહીંથી જરૂર પડયે દર્દીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે ત્યાં પણ રાઉન્ડ ધ ક્લોક સેવા ઉપલબ્ધ છે. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પણ જંગલના માર્ગે બોરદેવી ત્રણ રસ્તા શ્રવણની કાવડ ,ઝીણા બાવાની મઢી ,ભવનાથ કંટ્રોલરૂમ, અંબાજી સહિતના સ્થળોએ પ્રાથમિક સારવાર સાથે જરૂરી દવા અને સ્ટાફને ફરજ સોંપવામાં આવી છે. નજીકના વિસ્તારોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here