જીટીયુના કુલપતિ તરીકે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજૂલ ગજજરની નિયુકિત

જીટીયુના કુલપતિ તરીકે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજૂલ ગજજરની નિયુકિત
જીટીયુના કુલપતિ તરીકે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.રાજૂલ ગજજરની નિયુકિત
ગુજરાત યુનિ. બાદ રાજયની વધુ એક વિશ્ર્વ વિદ્યાલયને સુકાની મળેલ છે. તેની સાથે જ છ માસથી યુનિ.ના કુલપતિ કોણ બનશે? તે અંગેના સસ્પેન્સનો અંત આવી ગયો છે. અધ્યાપકોના માંગણી પ્રમાણે ઈજનેરી શાખામાંથી કુલપતિની નિયુકિત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

તે અંગે છેલ્લા છ માસથી શિક્ષણ જગતમાં અટકળો ચાલતી હતી. ગત ડિસેમ્બરમાં તત્કાલિન કુલપતિ ડો.નવીનચંદ્ર શેઠની મુદત પૂરી થયા બાદ છેલ્લા છ માસથી ઈન્ચાર્જ કુલપતિથી કામગીરી ચલાવવામાં આવતી હતી. રાજયની સૌથી મોટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિ.માં કુલપતિ કોણ બનશેડો.ગજજર યુ.જી. અને પી.જી. બન્ને એલ.ડી. ઈજનેરી કોલેજમાંથી પૂરું કર્યા બાદ એમ.એસ. યુનિ.માંથી સ્ટ્રકચરલ ડિઝાસ્ટર વિષયમાં પીએચડી કયુર્ં છે. તેઓ ભૂતકાળમાં પર જીટીયુના કુલપતિ તરીકે કાર્યભાર સંભાળી ચુકયા છે. વર્ષ 2016માં કુલપતિ તરીકે ડો.નવીનચંદ્ર શેઠની નિયુકિત થઈ તે પહેલા ડો. રાજુલ ગજજરને ઈન્ચાર્જ કુલપતિ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.  નિયુકિત બાદ તેઓ આગામી ત્રણ વર્ષ માટે યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળશે.તેઓ ટીચર્સ યુનિવર્સિટીનો હવાલો પણ સંભાળી ચુકયા છે.

Read About Weather here

નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનીકલના સભ્ય તરીકે પણ તેઓ સેવા આપી ચુકયા છે.સર્ચ કમિટીની રચના બાદ લાંબા સમય સુધી કુલપતિના નામની જાહેરાત ન થતા અનેક તર્કવિતર્ક ઉભા થયા હતા. આખરે આજે શિક્ષણ વિભાગ દ્વારા નવા કુલપતિ તરીકે એલ.ડી. ઈજનેરી કોલેજના પ્રિન્સિપાલ ડો. રાજુલ ગજજરના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી. ડો.ગજજર છેલ્લા 38 વર્ષથી ટેકનીકલ શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here