ગાંધીનગર : જિલ્લા પંચાયતની નવી કચેરી બાંધવા 7695 ચોરસ મીટર જમીન ફાળવાઇ

ગાંધીનગર : જિલ્લા પંચાયતની નવી કચેરી બાંધવા 7695 ચોરસ મીટર જમીન ફાળવાઇ
ગાંધીનગર : જિલ્લા પંચાયતની નવી કચેરી બાંધવા 7695 ચોરસ મીટર જમીન ફાળવાઇ
 પુરા ૨૬ વર્ષ કબુતર ખાના જેવી યાતના ભોગવનારા જિલ્લા પંચાયત કચેરીના કર્મચારીઓ, અધિકારીઓ, પદ્દાધિકારીઓ અને સભ્યો માટે આખરે સારા સમાચાર આવ્યા છે. કચેરીની નવી ઇમારત બાંધવા માટે સરકાર દ્વારા સેક્ટર ૧૬માં ખાણીપીણી બજારની નજીક અને ઓપનએર થિયેટરને લગત રોડ પરની ૭,૬૯૫ ચોરસ મીટર જમીન ફાળવ્યાનો હુકમ કરાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નોંધવું રહેશે કે હાલની જર્જરિત ઇમારતને નોનયુઝ જાહેર કરાયેલી છે.સેક્ટર ૧૭માં જિલ્લા પંચાયતની કચેરીની હાલ કાર્યરત કચેરી માટે ૨૨મી ફેબુ્રઆરી ૧૯૭૮ના રોજ ૩ હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. ત્યારે ગાંધીનગર જિલ્લામાં એક માત્ર તાલુકો ગાંધીનગર હતો અને તે વખતના મંજુર મહેકમને ધ્યાનમાં રાખીને ઇમારત બાંધવામાં આવી હતી. બાદમાં વર્ષ ૧૯૯૬-૯૭માં જિલ્લા, તાલુકાના વિભાજન થવા સાથે ગાંધીનગર જિલ્લામાં કલોલ, દહેગામ તથા માણસા તાલુકાનો સમાવેશ કરાયો હતો. પરિણામે જિલ્લા પંચાયતની કામગીરી વધવાની સાથે મહેકમમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ અઢી દાયકા વિતવા છતાં કચેરીનું વિસ્તરણ કરાયુ ન હતું. જોકે તેના પાછળ આટલા વર્ષો સુધી જિલ્લા પંચાયતમાં રહેલી કોંગ્રેસની બોડી અને રાજ્ય સરકારમાં ભાજપની સતા હોવાનું કારણ લોકમુખે ચર્ચાતુ રહ્યું છે. બે વર્ષ પહેલા જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપની બોડીએ સતાના સુત્રો સભાળ્યા પછી નવી કચેરી જરૃરી હોવાની વાતે ફરીથી સળવળાટ શરૃ થયો હતો.

દરમિયાન રાજ્યના માર્ગ અને મકાન વિભાગે જમીન ફાળવણીના હુકમમાં જણાવ્યું છે, કે જિલ્લા પંચાયતની સેવાઓનું દિન પ્રતિદિન થતું વિસ્તરણ, ડિજીટલાઇઝેશન અને લોકો માટેની પુરતી સુવિધાના અભિગમને જોતા જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓ કાર્યરત કરવા માટે પર્યપ્ત માત્રામાં જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી અને જિલ્લા વિકાસ અધિકારીની નવીન મકાન માટે જમીન ફાળવવાની દરખાસ્તને ધ્યાનમાં લઇને ઉપરોક્ત જમીન ફાળવવામાં આવી છે. આ જમીન રાજ્યના પંચાય, ગ્રમા ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક મુકવામાં આવી છે, પરંતુ તેની માલિકી માર્ગ અને મકાન વિભાગની જ રહેશે અને બે વર્ષમાં બાંધકામ પૂણ૪ કરવા સહિતની અનેકવિધ શરતો રાખવામાં આવી છે.સેક્ટર ૧૭ સ્થિત હાલની ઇમારતમાં દિવાલો એક બીજાથી છુટી પડવા લાગી છે. ત્રણ પૈકીના એકપણ માળના ધાબા સલામત રહયાં નથી. ગમે ત્યારે કોઇને કોઇ શાખામાં છતમાંથી પોપડા ખરવાના બનાવ બનવાથી સેફ્ટી ચેક કરાવાયું ત્યારે એફએસએલના તપાસ અહેવાલના આધારે ઇમારતને નોનયુઝ જાહેર કરાતા છેલ્લા એક વર્ષથી તો કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ જ નોકરી કરતા હતાં.     

દરમિયાન રાજ્યના માર્ગ અને મકાન વિભાગે જમીન ફાળવણીના હુકમમાં જણાવ્યું છે, કે જિલ્લા પંચાયતની સેવાઓનું દિન પ્રતિદિન થતું વિસ્તરણ, ડિજીટલાઇઝેશન અને લોકો માટેની પુરતી સુવિધાના અભિગમને જોતા જિલ્લા પંચાયત હસ્તકની વિવિધ કચેરીઓ કાર્યરત કરવા માટે પર્યપ્ત માત્રામાં જગ્યા ઉપલબ્ધ નહીં હોવાથી અને જિલ્લા વિકાસ અધિકારીની નવીન મકાન માટે જમીન ફાળવવાની દરખાસ્તને ધ્યાનમાં લઇને ઉપરોક્ત જમીન ફાળવવામાં આવી છે. આ જમીન રાજ્યના પંચાય, ગ્રમા ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તક મુકવામાં આવી છે, પરંતુ તેની માલિકી માર્ગ અને મકાન વિભાગની જ રહેશે અને બે વર્ષમાં બાંધકામ પૂણ૪ કરવા સહિતની અનેકવિધ શરતો રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની નવી કચેરી ઇમારત બને તેના માટે અધિકારીઓ ઉપરાંત પદ્દાધિકારીઓએ પણ દિલ્હી સુધી રજૂઆતો કરી હતી.

Read About Weather here

બે વર્ષ સુધી જમીન નહીં ફાળવાતા આખરે જોખમી બનેલી ઇમારતને તોડી પાડીને તે સ્થળે જ નવી પાંચ કે સાત માળની બિલ્ડીંગ બાંધી આપવા રજૂઆતો કરાઇ હતી. સ્થિતિ છેલ્લે એવી આવી હતી કે પદ્દાધિકારીઓ સચિવાલયના ધક્કા ખાઇને કંટાળી ગયા હતાં. ગિફ્ટ સિટીમાં રાજ્યની જિલ્લા પંચાયતોના પદ્દાધિકારીઓ સાથે ગત તારીખ ૧૭મી ફેબુ્રઆરીએ પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. ત્યારે મુખ્યમંત્રી દ્વારા જ ગાંધીનગર જિલ્લા પંચાયતની નવી કચેરી માટે ૧૦ દિવસમાં જમીન ફાળવવા માટેની બાહેંધરી જાહેરમાં અપાઇ હતી. પરંતુ આ વાતને પુરા છ મહિના ઉપરાંત સમય પસાર થઇ ગયાં પછી જમીન ફાળવણી માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here