જામનગર : યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 27.50 લાખ પડાવી લીધા

જામનગર : યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 27.50 લાખ પડાવી લીધા
જામનગર : યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને 27.50 લાખ પડાવી લીધા
યુ.કે.ના સ્ટુડન્ટ વિઝા અપાવવાનું કહીને 27.50 લાખ પડાવી લેનાર ઠગ ત્રિપુટી સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેર નજીકના ચિખોદ્રા ગામે રહેતા માનસીબેન કનુભાઇ પટેલે સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

મેં અને મારી મિત્ર પ્રિયજના ચોવટીયાએ યુ.કે.જઇને અભ્યાસ કરવાનું નક્કી કર્યુ હતું. વેબસાઇટ પર સર્ચ કરતા અમે નિઝામપુરાના ઇઇસી નામના કોચિંગ ક્લાસીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમે અલકાપુરીના ડોમેઇન ઇન્ટરનેશનલનો સંપર્ક કર્યો હતો. મેં બેચલર માટે તથા મારી ફ્રેન્ડે માસ્ટર્સ માટે બિઝનેશ મેનેજમેન્ટમાં યુનિવર્સિટી ઓફ ક્રિએટિવ આર્ટમાં એપ્લાય કર્યુ હતું. ત્યારબાદ અમે.એમ.કે ઇન્ટરનેશનલના માલિક મયૂરભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ મારી મિત્ર પ્રિયજનાનું ડોમેઇન ઇન્ટરનેશનલ મારફતે યુ.કે.માં એડમિશન થઇ ગયું હતું. ત્યાં ગયા પછી તેણે મને તેની ફ્રેન્ડ જીલ પટેલના મિત્ર નિશિથ પટેલનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો.એમ.એમ.કે ઇન્ટરનેશનલના માલિક મયૂરભાઇ પણ નિશિથને સ્ટુડન્ટ વિઝાનું કામ સોંપ્યું હતું. ત્યારબાદ મેં મારા તથા મારા મિત્ર સંજીવકુમારના દસ્તાવેજો નિશિથને મોકલી આપ્યા હતા.

Read National News : Click Here

થોડા દિવસ પછી નિશિદે અમને બંનેને યુ.કે.ની યુનિવર્સિટીના એડમિશનના ઓફર લેટર વોટ્સએપ પર મોકલ્યા હતા. મેં તેને સાત લાખ ટ્રાન્સફર કર્યા હતા. નિશિથના કહેવાથી મેં ધ્રુમિલ ઇલેશભાઇ પટેલ તથા નરહરિભાઇ સી.પટેલના એકાઉન્ટમાં 14 લાખ ટ્રાન્સફર કર્યા હતા. મેં નિશિદને કુલ 27.50 લાખ ચૂકવ્યા હતા. નિશિથે અમારી સાથે વાત કરવાનું બંધ કરી દેતા અમે તપાસ કરતા જાણ થઇ હતી કે, અમને આપેલા ઓફર લેટર ફેક છે.મકરપુરા પોલીસે નિશિથ અશ્વિનભાઇ પટેલ, નરહરિ પટેલ તથા ધુ્મિલ પટેલ (રહે. ભાવના ફ્લેટ,નડિયાદ હાલ રહે.યુ.કે.) સામે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here